કેશોદના જલારામ મંદિરે ૨૩૯મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું અલગ અલગ દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવતું હતું પરંતું લોકડાઉન બાદ કેમ્પોનું આયોજન બંધ કરવામાં આવેલ હતું. ઘણાં મહીનાઓ કેમ્પ બંધ રહેતા આર્થિક નબળા અનેક પરિવારોની જરૂરીયાત અને મુશ્કેલીઓને દયાને લઈને કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું ફરીથી આયોજન શરૂ કરવામાં આવેલ છે. જેમાં હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગઈકાલે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી. જેમાં ૩૩૮થી વધું દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમજ મોવાણાના ડો. નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૮૦ દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવેલ હતી અને આંખોના જરૂરિયાતમંદ ૯૭ જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ હતા. જ્યાં દર્દીઓને લઈ જઈ વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. નેત્ર નિદાન કેમ્પમાં માસ્ક પહેરવા, સેનેટાઈઝર સાથે સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે દર્દીઓને નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો હતો. કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આ કેમ્પના ભોજનના દાતા ઉષાકાંતભાઈ ભટ્ટ(બલ્લુભાઈ) દ્વારા તેમના માતુશ્રી સ્વ. હીરાબેન કે. ભટ્ટ તરફથી ભોજન સેવા આપવામાં આવેલ હતી અને ભોજનના દાતા તેમજ જલારામ પરિવાર તરફથી દીપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ કેમ્પ કુલ ૨૩૯મો હતો અને આજ સુધીના કુલ ૧૬૭૩૨ દર્દીઓને કેમ્પમાં સફળ ઓપરેશન રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!