જૂનાગઢ તાલુકા પોલીસે ચોકકસ બાતમીના આધારે આણંદપુર ગામની ઓઝત નદીના ડેમ પાસે આવેલ ઓઝત ફાર્મહાઉસ નામે ઓળખાતી જગ્યાએ આવેલ જાગૃતભાઈ જેન્તીભાઈ પીપલીયા (ઉ.વ. ૩૩ વાળા) બહારથી માણસોને બોલાવી અને જુગારનો અખાડો ચલાવી અને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ૯ ને જુગાર રમતા ઝડપી લઈ રૂા. ૬૬૯૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪-પ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.ડી. રાડોઠ અને સ્ટાફે ઓઝત ફાર્મહાઉસ નામે ઓળખાતી જગ્યાએ ઉપરના માળે રૂમમાં જુગાર અંગે દરોડો પાડેલે હતો. આ દરોડા દરમ્યાન જાગૃત જેન્તીભાઈ પીપલીયા, સંજયભાઈ મુલચંદભાઈ અમલ, હરીરામ સેવદાણી, મનિષભાઈ ઉર્ફે મયુરભાઈ ભગવાનજીભાઈ સોનૈયા, જીતેન્દ્રભાઈ તન્ના, દીપેનભાઈ દિનેશભાઈ પાટડીયા, નૌતનભાઈ ઉર્ફે નિખિલ સુંદરદાસ દુબે, પરમાનંદભાઈ ભેરૂમલ ધનવાણી, નરેન્દ્રભાઈ ભેરૂમલભાઈ ધનવાણીને રોકડ રૂા.૮૧૬પ૦ તથા મોબાઈલ, મોટરસાઈકલ, ફોરવ્હીલ મળી કુલ રૂા. ૬૬૯૧પ૦ના મુદમાલ અને જુગાર સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. તમામ શખ્સો સામે ગુન્હો નોંધી જૂનાગઢ તાલુકા પોલીસના પીએસઆઈ એસ. એન. સગારકાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews