જૂનાગઢ જીલ્લાનાં બિલખા અને વિસાવદર પંથકનાં હડમતીયા, ઉમરાળા અને વિરપુરમાં ગેરકાયદેસર ધમધમતા સાડી ધોવાનાં ઘાટને પગલે મુખ્યમંત્રીને રજૂઆત

0

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, તેમજ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી, પ્રદુષણ વિભાગ વગેરેને એક વિસ્તૃત પત્ર પાઠવી જૂનાગઢ જીલ્લાનાં બિલખા અને વિસાવદર પંથકમાં સાડીઓનાં ગેરકાયદેસર ઘાટ ધમધમી રહયા હોય તેવી ચોંકાવનારી વિગતો જણાવવામાં આવી છે. જાગૃત નાગરીક તેમજ પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમી દ્વારા મુખ્યમંત્રીશ્રી તેમજ સંબંધીતોને પાઠવેલા પત્રમાં એવી પણ માંગ કરી છે કે, પ્રદુષિત થતું પાણી નદીઓનાં જળને તેમજ ફળદ્રુપ જમીનને પણ ભયંકર નુકશાન પહોંચાડે છે તેમજ અનેક પ્રકારનાં રોગોનો શિકાર લોકો બને તે પહેલા તાત્કાલીક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
જૂનાગઢ જીલ્લાનાં બિલખા અને વિસાવદર પંથકનાં ગામડાઓ જેવા કે હડમતીયા, ઉમરાળા અને વિરપુરમાં ગેરકાયદેસર ચાલતા કેમિકલ યુકત સાડી ધોવાનાં ઘાટનાં લીધે પ્રદુષિત પાણી ગામની નદીઓ, બોર તેમજ ગામનાં કૂવામાં મિશ્રિત થઈ ગયું છે. ઉતાવળી નદી કાઠાનાં ગામડામાં આ પ્રશ્ન તિવ્રરૂપે વકરી રહ્યો છે. આ કેમિકલ યુકત પાણી, પીવાનાં પાણી સાથે મિશ્રિત થઈ ગયું છે. જેનાથી જળચર તેમજ જાન, માલ, ઢોર અને આરોગ્ય માટે હાનિકારક બની ગયું છે. આ પ્રદુષિત પાણી બોર તેમજ કૂવામાં આવી જવાથી ખેતી માટે પણ ખૂબ જ નુકશાનકારક છે. સોૈરાષ્ટ્રની જીવાદોરી સમાન ઓઝત નદી જે સમગ્ર જૂનાગઢ શહેરને પાણી પુરૂ પાડે છે. તેનાં ઉપર આવેલા તમામ ડેમોમાં આ પ્રદુષિત પાણી ભળી જવા લાગ્યું છે. આ પ્રશ્ન ઉપર તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, માટે આ પ્રશ્નને બને એટલો જલદી ધ્યાન ઉપર લઈને પર્યાવરણ તંત્રને આ પ્રશ્નનું નિવારણ લાવવાની માંગણી પણ આ પત્રમાં કરવામાં આવી છે. વિરપુર, હડમતીયા તેમજ ઉમરાળા વિસ્તારનાં આગેવાનોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. જૂનાગઢ જીલ્લાનાં બિલખા અને વિસાવદર પંથકનાં વિરપુર, હડમતીયા અને ઉમરાળામાં ગેરકાયદેસર ચાલતા સાડી ઘાટ વહેલી તકે બંધ કરાવવા અને કાયદેસર પગલા ભરવાની માંગણી કરી છે. વિશેષમાં જૂનાગઢ જીલ્લાનાં નદી કાંઠાના વિસ્તારોમાં ઘાટ ગેરકાયદેસર ધમધમી રહયા છે. આ અંગે વિશેષમાં એવું જાણવા મળેલ છે કે, જૂનાગઢ જીલ્લાનાં કેટલાક વિસ્તારોમાં આવેલી ખેડુતોની વાડીઓમાં ઘાટ બનાવી નાંખવામાં આવેલ છે અને આવા ઘાટમાં જે તે ડાઈંગમાંથી રીક્ષાઓ ભરીને સાડીઓ લાવવામાં આવતી હોય અને આ ઘાટમાં સાડી ધોવામાં આવે છે. થોડી ઘણી નાણાંની સહાય સાથે આવા ઘાટો ઉપલબ્ધ બન્યા છે ત્યારે આ ઘાટોમાં ધોવાતી કેમીકલ યુકત સાડીઓનાં કારણે તેનું પ્રદુષિત પાણી આસપાસની નદીઓમાં મિશ્રણ થાય છે. એટલું જ નહીં આસપાસની જમીનો પણ બંજર બની રહી છે. ઓઝત, ઉતાવળી નદીના ગેરકાયદેસરના ઘાટોને પગલે આવુ આ ગ્રામ્ય પંથકનાં પ્રદુષિત પાણી જમીનમાં ૧૦૦ ફુટ જેટલે ઉંડુ ઉતરી ગયું છે અને તેની માઠી અસર ખેતરોમાં ઉભા પાક અને ભુગર્ભ તથા જીવંત પાણીના જથ્થા અને જમીનો ઉપર થઈ રહી છે. જૂનાગઢ જીલ્લાનાં નદીઓનાં કાંઠા નજીક વાડીઓમાં આવા સંખ્યાબંધ ઘાટ ધમધમી રહયા છે. ત્યારે આ બાબતે તાત્કાલીક અસરથી તપાસ થવી જાેઈએ અને લાંબા સમયથી વકરતી જતી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભાદર નદી કાંઠાના ગામોમાં પ્રદુષણની જે સ્થિતિ છે તેવી ઓઝત અને અન્ય નદી કાંઠાના ગામોની થશે. વાડી વિસ્તારમાં જમીનોની ફળદ્રુપતા નાશ પામશે તેમજ પ્રદુષિત કેમીકલયુકત પાણીને કારણે લોકો ચામડીનાં અનેક પ્રકારનાં રોગોનાં સકંજામાં આવે તેવી દહેશત વ્યકત થઈ રહી છે. તેમજ આ જે ગેરકાયદે ઘાટ ધમધમી રહયા છે તે જુદા-જુદા વિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહયા હોવાનું પણ બહાર આવેલ છે. આ અંગેની ગાંધીનગર ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ છે દરમ્યાન પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમી દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, પ્રદુષણ વિભાગ વગેરેને પત્ર પાઠવી આ બાબતે યોગ્ય કરવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!