સરદારપરાની શેરીઓમાં સિંહની લટાર અંગેનો વિડીયો વાઈરલ

0

જૂનાગઢ નજીક તાજેતરમાં જ ઈન્દ્રેશ્વર નાકા પાસે ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ થયો છે. પ્રવાસી જનતા લાયન દર્શન માટે આવે છે પરંતુ કયારેક શહેરનાં પરા વિસ્તારમાં સિંહોનાં દર્શન થાય છે અને કયારેક થતાં નથી. પરંતુ જૂનાગઢ શહેરનાં બિલખા રોડ, ભવનાથ ક્ષેત્ર, પાદરીયા નજીક તેમજ અન્ય સ્થળોએ પણ અવાર નવાર સિંહોની લટારનાં વિડીયા વાઈરલ થયા છે. અને સિંહોએ દેખાડો દીધો હોવાનાં પુરાવા પણ મળ્યા છે. આ દરમ્યાન આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ સરદારપરા શેરી નં. ૩ ખાતે પણ સિંહોની ઉછળકૂદનાં દ્રશ્યો કોઈએ કેમેરામાં કંડારી લીધા છે અને આ દ્રશ્યોનો વિડીયો વાઈરલ થયો છે. ખરેખર સરદારપરા વિસ્તારમાં સિંહ આવી ચુકયા છે કે કેમ ? તે અંગે પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. અને હાલ તો આ વિડીયો વાઈરલ થઈ રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!