જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે યોજાનારી ચૂંટણી અંગે ઉમેદવારી પત્રક ભરવાની કામગીરી શરૂ

0

જૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે બ્યુગલ વાગી ચુકયું છે. જીલ્લા પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે આજે ૮ ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જીલ્લા અને તાલુકા પંચાયતની કુલ ૧૮૮ બેઠકોમાં ૪,૦૯,પ૮૩ પુરૂષો અને ૩,૭પ,૦પ૦ સ્ત્રીઓ મળી કુલ ૭,૮૪,૬૩૪ મતદારો મતદાન કરશે. ર૮ ફેબ્રુઆરીએ મતદાન થશે, પુર્નઃ મતદાનની શકયતા જણાય તો ચુંટણી
૧ માર્ચે થશે અને બે માર્ચે મતગણત્રી કરાશે. જયારે પ માર્ચે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થશે. દરમ્યાન ચૂંટણીને લઈને સ્થાનિક ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. શાંતિપૂર્ણ રીતે સંપુર્ણ પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ તંત્રએ પણ તૈયારી કરી લીધી છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ જીલ્લા અને તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો ઉપર પોતાનો કબ્જાે જમાવવા માટે પુરી તાકાત લગાવી રહયા છે. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર થશે. એકને સ્થાન ટકાવી રાખવું છે. જયારે બીજાને સ્થાન પડાવી લઈ કબ્જાે કરવો છે. ત્યારે મતદારોને રિઝવવામાં કયો પક્ષ વધુ સક્ષમ સાબિત થાય તે તો પરિણામ બાદ જાણવા મળશે. પરંતુ હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે.
તાલુકા પંચાયતની ચૂંટણીના ર્રિટનીંગ ઓફિસર
જૂનાગઢ ગ્રામ્યની ૧૮ બેઠકોમાં ૧૦ બેઠકોના આરઓ મામલતદાર, જૂનાગઢ અને ૮ બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢ રહેશે. વંથલીની ૧૮ બેઠકોમાં ૧૦ બેઠકોના આરઓ મામલતદાર, વંથલી અને ૬ બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, વંથલી રહેશે. માણાવદર તાલુકાની ૧૬ બેઠકોમાં ૧૧ બેઠકોમાં આરઓ મામલતદાર, માણાવદર અને પ બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, માણાવદર રહેશે. કેશોદ તાલુકાની ૧૮ બેઠકોમાં ૯ બેઠકોના આરઓ મામલતદાર કેશોદ અને ૯ બેઠકોના આરઓ તાલુકા વિકાસ અધિકારી, કેશોદ રહેશે. માંગરોળની ર૦ બેઠકોમાં ૧૦ બેઠકોના આરઓ મામલતદાર, માંગરોળ અને ૧૦ બેઠકો માટે તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ રહેશે. મેંદરડાની ૧૬ બેઠકોમાં ૮ બેઠકોમાં આરઓ મામલદાર, મેંદરડા અને ૮ બેઠકો માટે આરઓ તાલુકા વિકાસ અધિકારી, મેંદરડા રહેશે. માળિયાહાટીના તાલુકાની ર૦ બેઠકોમાં ૧ર બેઠકો ઉપર આરઓ મામલતદાર, માળિયા અને ૮ બેઠકો ઉપર આરઓ તાલુકા વિકાસ અધિકારી, માળિયા રહેશે. વિસાવદર તાલુકાની ૧૮ બેઠકોમાં ૧ર બેઠકો ઉપર આરઓ મામલતદાર વિસાવદર અને ૮ બેઠકો ઉપર આરઓ તાલુકા વિકાસ અધિકારી, વિસાવદર રહેશે. જયારે ભેંસાણ તાલુકાની ૧૬ બેઠકોમાં ૮ બેઠકો ઉપર આરો મામલતદાર ભેંસાણ અને ૮ બેઠકો ઉપર આરઓ તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ રહેશે.
જીલ્લા પંચાયતની ચૂંટણીના ર્રિટનીંગ ઓફિસર
જૂનાગઢ ગ્રામ્યની બિલખા, ડુંગરપુર, મજેવડી અને વડાલ એમ ૪ બેઠકોના આરો પ્રાંત અધિકારી જૂનાગઢ છે. વંથલીની ધંધુસર, કણજા અને શાપુર એમ ૩ બેઠકોના આરઓ પ્રાંત અધિકારી વંથલી છે. માણાવદરની કોયલાણા, મટીયાણા અને સરદારગઢ એમ ૩ બેઠકોના આરઓ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જૂનાગઢ છે. કેશોદની અગતરાય અજાબ, બાલાગામ અને મેસવાણ એમ ૪ બેઠકોના આરઓ નાયબ જીલ્લા વિકાસ અધિકારી છે. માંગરોળની મુકતુપુર, માંગરોળ ઓજી, મેખડી અને શીલ એમ ૪ બેઠકોના આરઓ નાયબ કમિશ્નર, મહાનગરપાલિકા જૂનાગઢ છે.
મેંદરડાની અને સાસણ એમ બે બેઠકના આરઓ પ્રાંત અધિકારી મેંદરડા છે. માળિયાહાટીનાની ગડુ, જુથળ, કુકસવાડા, અમરાપુર ગીર, માળિયાહાટીના એમ પાંચ બેઠકો માટેના આરઓ નાયબ જીલ્લા વિકાસ અધિકારી, મહેસુલ છે. વિસાવદરની કાલસારી, મોણપરી મોટી અને સરસઈ એમ ૩ બેઠકોના આરઓ પ્રાંત અધિકારી વિસાવદર છે. ભેંસાણની ભેંસાણ અને ચુડા એમ બે બેઠકના આરઓ મહિલા અને બાળ વિકાસ અધિકારી જૂનાગઢ છે. જયારે કેશોદ નગરપાલિકાની ૯ બેઠકોના આરઓ પ્રાંત અધિકારી કેશોદ રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!