ગુજરાત રાજયનાં મહત્વનાં જીલ્લો એવા જૂનાગઢ સોરઠી શહેરનું આગવું અને અનેરૂ મહત્વ છે. જયારે – જયારે કોઈપણ નવા કાર્યની શરૂઆત થાય અને સામાજીક સેવાકીય રચનાત્મક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર બનાવવાનું હોય ત્યારે આપણું આ જૂનાગઢ શહેર નવીક્રાંતિ સર્જે છે. ગિરનારજી મહારાજની છત્ર છાંયા, અંબાજી માતાજીનાં આર્શિવાદ તેમજ ગુરૂદતાત્રેય અને ગુરૂ ગૌરખનાથ, ઉપલાદાતાર બાપુની જગ્યા તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિ વારસો જેનો આગવો છે તેવા દત્ત અને દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર આગામી તા.૭મી માર્ચનાં રોજ વિરાટ બ્રહ્મસંમેલન યોજાઈ રહયું છે. અને આ સંમેલનની તૈયારીનાં ભાગરૂપે કાર્યલનો પણ શુભારંભ પણ થયો છે. ગઈકાલે ઉદઘાટન પ્રસંગે સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જૂનાગઢ ખાતે યોજાનારા બ્રહ્મસંમેલનના મુખ્ય હેતુ અંગે સંસ્થાના સ્થાપક ભાવેશભાઈ રાજયગુરૂ સાથે સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેર આગામી દિવસોમાં એવું બની જવાનું છે કે આ શહેરમાંથી નવી ક્રાંતિની શરૂઆત ૭મી માર્ચે યોજાનાર બ્રહ્મસંમેલનથી થશે. તેઓએ આ સંમેલનનો હેતુ જણાવ્યું હતું કે આજે રાજકીય શિવાય પણ અન્ય ક્ષેત્રો છે કે જેમાં યોગ્ય પ્રતિભા વિકસાવવામાં આવે તો દેશ અને દુનિયામાં નામ થઈ શકે તેમ છે. રાજકીય ક્ષેત્રે પણ દરેક સમાજ માટે બે થી ત્રણ ટકા જેવો જ ચાન્સ હોય છે. પરંતુ જાે અન્ય ક્ષેત્રોમાં પણ દુરદંશી સાથે યોગ્ય આયોજન હોય તો ઘણું થઈ શકે તેમ છે. જૂનાગઢમાં રોજગારી ક્ષેત્ર માટે પણ ઉપયોગી બની શકે તેવો પ્લાન્ટ નાંખવાની અમારી નેમ છે. અને જૂનાગઢમાંથી પ્રતિભા સંપન્ન લોકોને સહાયરૂપ થવાની ભાવના સાથે અમારૂ મિશન કામ કરી રહયું છે. બ્રહ્મસંમેલનમાં આખા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવશે. એટલું જ નહીં મિડીયા જગત જે છે એના વિષે પણ આમ સમાજને તેમનાં કર્તવ્ય અને તેમની કામગીરીથી સુપેરૂ પરિચીત થાય અને આમ સમાજમાં મિડીયાનો રોલ શું છે તે અંગે પણ માહિતગાર કરવામાં આવશે. સર્વે સમાજ અને સૌના સહકારથી જૂનાગઢનાં આંગણે યોજાનારા આ બ્રહ્મ દુર્ગા સંમેલનના કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. લોકોનો પણ સંપુર્ણ સહયોગ મળી રહયો હોવાનું ભાવેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું.
જૂનાગઢમાં ૭ માર્ચે વિરાટ બ્રહ્મ સંમેલન યોજાવાનું છે જેમાં ૧,૦૦,૦૦૦ ભૂદેવોની ઉપસ્થિતિનું લક્ષ્યાંક રાખવામાં આવ્યંુ છે. દરમ્યાન સંમેલનની તૈયારીના ભાગરૂપે જૂનાગઢમાં દુર્ગાસેના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ચાંપરડાના મહંત મુકતાનંદબાપુ, સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સ્વામિ, ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતીબાપુ, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, ભાવેશભાઈ રાજયગુરૂ, પુનિતભાઈ શર્મા, દુર્ગા સેનાની મહિલાઆ તેમજ મોટી સંખ્યામાં ભૂદેવ ભાઈઓ, બહેનોની ઉપસ્થિતિ રહી હતી. આ તકે ભાવેશભાઈ રાજયગુરૂએ જણાવ્યું હતું કે, ૭ માર્ચે જૂનાગઢમાં બ્રહ્મ ચોયાર્સી કરવામાં આવશે જેમાં ૧,૦૦,૦૦૦ ભુદેવોની ઉપસ્થિતિ રહેશે. આ તકે ૧૦,૦૦૦ મહિલાઓને પગભર કરવાનું લક્ષ્યાંક છે જે મહિને ૧પ,૦૦૦ કમાઈ શકે છે. આ માટે અમદાવાદથી ૪૦ કિમી દુર એક ફેકટરી સ્થપાશે. જેનું ૭ માર્ચે જૂનાગઢમાં મુકતાનંદબાપુનાં હસ્તે ભૂમિ પૂજન કરાશે. ૧ વર્ષમાં તૈયાર થનાર આ ફેકટરીમાં ટુથપેસ્ટથી લઈને ઘર વપરાશની ૧પ૦૦ વસ્તુ બનશે જેનું વેંચાણ ગોરાણીઓ (ભૂદેવ મહિલાઓ) કરશે. ફેકટરીમાં યજ્ઞકુંડ રખાશે. અહિં ભૂદેવોના વેદોના મંત્રોચ્ચાર અને આહુતિ સાથે વસ્તુનું ઉત્પાદન કરાશે. આમ, પવિત્ર વસ્તુ તમારા ઘરમાં આવશે. આ તકે મુકતાનંદબાપુ, ઈન્દ્રભારતીબાપુ, સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ આશિવર્ચન આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કે.ડી.પંડયા, મુકેશ મહેતા, આશિષ રાવલ, પી.સી.ભટ્ટ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews