કેશોદ શહેરમાં વર્ષોથી વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારો બરબાદ થયા છે અનેક વખત ફરીયાદો થઈ છે છતાં વ્યાજખોરો બેફામ ફુલી ફાલી રહયા છે ત્યારે તાજેતરમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલાં વેપારીને આખા પરિવારને સાફ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જે બાબતે વેપારીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વશંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ-અલગ લોકો પાસેથી દશ લાખ રૂપિયાથી વધુ રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં હજુ વ્યાજ અને પેનલ્ટીના નામે દશ લાખ રૂપિયાથી વધુની રકમની માંગ કરવામાં આવતી હોવાનું અને તેના ઘર-પરિવારને સાફ કરવાની ધમકી આપતા હોવાનું તથા માનસિક ત્રાસ આપતા હોવાનું વેપારી રટણ કરી રહ્યો છે. આ બાબતે વેપારીએ જૂનાગઢ ડીએસપીને રૂબરૂ મળી આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેશોદમાં રહેતા દેવા પરમાર મેર પાસેથી એક લાખ રૂપિયા તેણે વ્યાજે લીધા હતા જેની સામે બે લાખ રૂપિયાથી વધુ રકમ ચુકવી દીધી હોવા છતાં ત્રણ લાખ રૂપિયા વધારાનું વ્યાજ અને પેનલ્ટીના માંગે છે. તેમજ અશોક જેન્તીલાલ પાસેથી વ્યાપારીના નાતે સાડા ત્રણ લાખ રૂપિયાનો માલ લીધેલ અને તેના બિલની રકમ ભરપાઈ કરી દીધી હોવા છતાં હજુ મુળ રકમની માંગ કરે છે.
સમીર પોપટ, વિજય બોરીયા પાંચ લાખ રૂપિયાની માંગ કરે છે. દર્શન સોઢા સહીત ઉઘરાણી કરી ધમકીઓ આપી રહ્યા હોવાનું વેપારીએ જણાવ્યું હતું. આ સાથે આઈજીપી, ડીજીપી, ગૃહમંત્રી તથા મુખ્યમંત્રીને પણ ફરિયાદની નકલ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં વેપારીએ જણાવ્યું હતું કે પાંચેય લોકોએ બબ્બે કોરા ચેક લીધેલ છે અને રકમ ચુકવવા માટે રાત્રીના અને ગમે ત્યારે સતત માનસિક ત્રાસ અને રકમ ન આપે તો આખા પરિવારને સાફ કરવાની ધમકી આપે છે. પરિણામે પરિવાર ભયગ્રસ્ત વાતાવરણમાં જીવે છે, જેથી પરિવારને મરી જવાના વિચાર આવે છે અમે મરવા મજબૂર થશું તો ઉપરોક્ત પાંચ લોકો જવાબદાર રહેશે તેવુ કેશોદ પીઆઈને ૨૩-૧-ર૦ર૧ના રોજ આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. આ બનાવ અંગે વેપારીનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વેપારી દ્વારા એવું જણાવેલ છે કે તમામ લોકો પાસેથી લીધેલ નાણા વ્યાજ સહીત ચુકવી દીધા હોવા છતાં ડબલ રૂપિયાની માંગ કરે છે. મારૂ મકાન, દુકાન બધુ વેંચાઈ ગયુ છે. દેવા મેર દ્વારા ત્રણ વખત ધમકી આપવામાં આવી છે એક વખત જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી વેપારી ઘર છોડી ચાલ્યો ગયેલ છે અને તેમની પત્ની તથા પુત્ર ભયના માહોલમાં જીવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદીની ફરીયાદ બાબતે પોલીસ તપાસ પુર્ણ થયા બાદ સત્ય હકીકત જાણવા મળશે પણ હાલ આ બનાવને પગલે વ્યાજ વટાવના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews