કેશોદના સરોડ ગામે અનાથ દિકરીના લગ્નમાં માવતરની હુંફ આપવા સમસ્ત ગ્રામજનો તત્પર

0

કહેવાય છે કે ગામડામાં હજુ પણ માનવતા જીવંતછે જે કહેવત સાર્થક કરવા જાણે સરોડના સમસ્ત ગ્રામજનોને સોનેરો અવસર મળ્યો ેછે જે અવસરને હરખથી વધાવવા સમસ્ત ગ્રામજનો રાહ જાેઈ રહ્યા છે. મુળ પોરબંદરના વતની બ્રાહ્મણ ભરતભાઈ જયશંકરભાઈ મહેતા અને તેમના પત્ની દુર્ગાબેનને સંતાનમાં એક માત્ર દિકરી વિભુતી જેને લાડકોડથી પાલન કરવા સાથે આનંદ ઉલ્લાસથી નાનું પરિવાર જીવન જીવતા સમય જતાં વાર ન લાગી દિકરી ક્યારે મોટી થઈ તેના માટે કહેવાય છે કે વાડના વેલાની જેમ દિકરીની ઉંમર વધતાં વાર ન લાગે. દિકરીના લગ્ન કરવાના કોડ સાથે પતિ-પત્ની દિવસો પસાર કરતા હતાા જે નાના પરિવારમાં ચાર વર્ષ પહેલાં અમંગળ આફત આવી જેમાં વિભુતીનાં માતા દુર્ગાબેનનું અવસાન થયું. માતાની છત્ર છાંયા ગુમાવી વિભુતી અને પિતા ભરતભાઈ પરિવારમાં બે જ રહ્યાં. સમય જતાં દશ મહિના પહેલાં વિભુતીના પિતા ભરતભાઈનું પણ અવસાન થતાં વિભુતીના માથે જાણે આફતનું આભ ફાટયું. લાડ કોડથી રાખતા માતા-પિતાની છત્રછાંયા ગુમાવી વિભુતી અનાથ બની માતા-પિતાના અવસાનના વિરહમાં ડુબેલી વિભુતી સરોડ ગામે રહેતા તેમના ફુવા મધુકાંત હરીશંકર વ્યાસના ઘરે રહેવા આવી જયાં ફઈ, ફુવા તથા ફઈના દિકરા અને વિભુતી પરિવારની જેમ રહેવા લાગ્યાં. સમય જતાં વિભુતીના સગપણની વાત થવા લાગી અને કેશોદમાં રહેતા મગનલાલ નાથાલાલ જાેષીના પુત્ર ફાસ્ટફુડનો વેપાર કરતાં જસ્મીન સાથે ગત તા. ૨૪-૧-ર૦ર૧ના રોજ સગાઈ થઇ. લગ્નની તૈયારીઓ શરૂ કરી આગામી તા. ૧૪ ને રવિવારના રોજ લગ્ન ગ્રંથી જાેડાવાનું નક્કી કરવામાં આવ્યું જેની ગ્રામજનોને જાણ થઇ કે સરોડ ગામમાં જ ફુવાના ઘરે રહેતી વિભુતી અનાથ છે અને બ્રાહ્મણની દિકરી છે અને તેમના ફુવાની પણ આર્થિક પરિસ્થિતિ નબળી છે. ત્યારે ગ્રામજનોએ પણ પોતાની ફરજ અદા કરવાનો ર્નિણય કરી અનાથ દિકરી એ આપણાં ગામની દિકરી છે તેમ સમજી ગ્રામજનોએ નક્કી કર્યું કે, વિભુતીના લગ્નનો તમામ ખર્ચ ગ્રામજનો દ્વારા કરવાનો ર્નિણય કર્યો જે ર્નિણયને સમસ્ત ગ્રામજનોએ સ્વીકાર્યો અને આવા અવસરને હરખથી વધાવવા સમસ્ત ગ્રામજનો રાહ જાેઈ રહ્યા છે. અનાથ વિભુતીના લગ્નમાં તન, મન, ધનથી સાથ સહકાર આપી સમસ્ત ગ્રામજનો લગ્નગ્રંથીથી જાેડાનાર નવદંપતીને આશિર્વાદ આપવા તત્પર થયા છે. આ અમુલ્ય અવસરની રાહ જાેવા સાથે સમસ્ત ગ્રામજનો દ્વારા ફુલ નહી તો ફુલની પાંખડીરૂપે યોગદાન આપી અનાથ દિકરીના લગ્ન કરાવી સમસ્ત ગ્રામજનો ધન્યતા અનુભવશે. અનાથ લોકો પ્રત્યે અનેક લોકોને પ્રેરણા પુરી પાડી માનવતા જીવંત છે તે સમસ્ત સરોડના ગ્રામજનોએ ઉદાહરણ પુરૂ પાડી નવો રાહ ચિંધ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!