જૂનાગઢમાં યોગ કલાસનું દિપ પ્રાગટ્ય કરી ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

0

જૂનાગઢના કોલેજ રોડ ઉપર આવેલા હાટકેશ હોસ્પિટલની સામે કિરણબેન સોલંકીના નિવાસસ્થાને યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દિપ પ્રાગટ્ય કરી યોગ ક્લાસ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા યોગ કોચ શ્રીમતી વૈશાલીબેન ચુડાસમા તેમજ નેચરોપેથી અને યોગા (દ્ગડ્ઢડ્ઢરૂ) ડો. ચંદ્રિકાબેન ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગ ટ્રેનર, યોગ કક્ષામાં આવનાર ઘણા બધા સાધકો પણ આવેલ છે. ઉપરાંત અખિલ હિંદ મહિલા પરિષદના સહમંત્રી દત્તાબેન શુક્લ અને ખોડીયાર મહિલા મંડળ તેમજ આર્ય મહિલા મંડળના પ્રમુખ પ્રવિણાબેન વાઘેલાએ હાજરી આપેલ હતી. ઉદ્‌ઘાટનમાં દિપ પ્રાગટ્ય કરી બંને મહેમાનોના આશીર્વાદ સાથે એમની પાસેથી ઘણું બધું જ્ઞાન મેળવ્યું તેમજ બંને મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!