શિક્ષણ સુધારણામાં સહિયારી જવાબદારી આવશ્યક : અનિલ કક્કડ

0

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતી પારા લીગલ વોલ્યુન્ટીયરસ ટીમના સંયુક્ત પ્રયાસો થકી અને તેઓને સોંપાયેલ કાર્યક્રમ મુજબ “ મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ “ ( આરટીઈ) હેઠળ તારીખ ૦૬-૦૨-૨૦૨૧ ના રોજ સરકારની કોવીડ-૧૯ની માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન સાથે યોજવામાં આવેલ એક જાહેર મીટીંગ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નિવૃત સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં વક્તાઓ તરીકે મનસુખલાલ કોટેચા, જયરામ સોની અને દિનેશ દવે એ આરટીઈના કાયદાની જુદી જુદી કલમો, જાેગવાઇઓ, અગત્યના પાસાઓ અને તેની કેટલીક મહત્વની અસરોની સવિસ્તર માહિતી રજુ કરી હતી. વક્તા અનિલ કક્કડએ સ્વતંત્ર ભારતના બંધારણના ૮૬માં બંધારણ સંશોધન (સુધારા) અધિનિયમ (૨૦૦૨)ના દ્વારા બંધારણના અનુચ્છેદ ૨૧માં ૨૧(અ) જાેડવામાં આવ્યો તેની સાથે અનુચ્છેદ ૫૧ (અ) (ક) અને અનુચ્છેદ ૪૫ની જાેગવાઇઓ હેઠળની અનુક્રમે મૂળભૂત અધિકાર બક્ષતી જાેગવાઇઓ અને નાગરિક તરીકે વાલીઓની ફરજાે ટાંકી આરટીઈ કાયદો કઇ રીતે અસ્તિત્વમાં આવ્યો તેની સમજુતી આપી હતી. શાળા વ્યવસ્થાપન સમીતી અર્થાત એસએમસીનું માળખું, ફરજાે, કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ જાેતા શાળા-સંચાલકો, વાલીઓ, અધિકારીઓ, વકીલો તથા સામાજિક કાર્યકર્તાઓ શિક્ષણ સુધારણામાં સહિયારી જવાબદારી સ્વીકારી સિંહ ફાળો આપી શકે તેમ છે. સામાજિક-આર્થિક તમામ દિષ્ટએ વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણની ગુણવત્તા અને માત્રા વધે તે સારૂ ગરીબ-પછાત વર્ગની વસ્તી ધરાવતા ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓનું ભૌગૌલિક અને સામાજિક (જીયોગ્રાફિકલ અને સોશિયલ) સંકલન યોગ્ય રીતે થવું જાેઇએ જેથી બાળકોને તેમના ઘરની નજીકમાં જ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય. ભારતના આદિવાસી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો, શહેરી વિકાસની સમસ્યાઓ-સામાજિક-આર્થિક પ્રશ્નો સાથે વૈશ્વિક પડકારોને નજર સમક્ષ રાખી રોડમેપ બનાવવામાં આવે તો કાયદાના અમલ માટેનો સાચો હેતુ સચવાશે. મીટીંગ પુરી થયા બાદ લોક જાગરૂકતા વધારવા માટે હાજર નાગરિકોએ બેનર અને પેમ્ફલેટ સાથે “ મારૂ શિક્ષણ, મારો અધિકાર” “ઉત્તમ શિક્ષણ, ઉત્તમ ભાવિ” “સુધારો ભણતર, વધારો રોજગાર”ના નારા લગાવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!