માણાવદરમાં સરદાર પટેલ મરીન એકેડમી ખાતે એક દિવસનો રોજગાર સેમિનાર યોજાયો

0

આગામી દિવસોમાં મરીન ક્ષેત્રમાં ગુજરાતીઓને વધુ રોજગારી પ્રાપ્ત થાય એ હેતુથી જૂનાગઢના માણાવદરમાં એસ.પી.મરીન એકેડેમી શરૂ કરવામાં આવી છે.
આ એકેડેમી ખાતે વી.આર.મરીન કંપનીએ વિદ્યાર્થીઓ માટે એક દિવસના રોજગાર સેમિનારનું આયોજન કર્યું હતું. જૂનાગઢના માણાવદર ખાતે આવેલ સરદાર પટેલ મરીન એકેડેમી અને ભારતની મરીન ક્ષેત્રમાં ટોચની ગણાતી વી.આર.મરીન વચ્ચે લાંબાગાળાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળપરિવહન પ્રધાન મનસુખભાઈ માંડવીયાના પ્રયાસોથી સરદાર પટેલ મરીન એકેડેમી મેરી ટાઈમ મરીન ઇન્સ્ટિટ્યૂટ સૌરાષ્ટ્રના માણાવદર ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેમાં મર્ચંન્ટ નેવીની તાલીમ તેમજ દરિયાખેડુંની તાલીમ આપવામાં આવી રહી છે. જ્યાં એક દિવસીય રોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન આ બંને કંપનીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં વી.આર.મરીન કંપની દ્વારા પ્રભાવશાળી અને હોંશિયાર વિદ્યાર્થીઓને નોકરીની પણ બાહેંધરી આપી છે. જેમાં કેપ્ટન સંજય પરાશર જેઓ નેશનલ શિપિંગના સભ્ય અને વી.આર.મરીન કંપનીના સી.ઈ.ઓ છે. તેમણે વિધાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું તેમજ આગામી દિવસોમાં મરીન ક્ષેત્રે ઊભી થનારી રોજગારીનો અંદાજ પણ આપ્યો હતો. જૂનાગઢ સહિત આસપાસના ખાસ કરીને દરિયા કાંઠા વિસ્તારના માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના વિદ્યાર્થીઓ માટે માણાવદર ખાતે મરીન એકેડેમીની સ્થાપના થાય તેના માટે પાયાની ભૂમિકા ભજવનાર કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાનો સરદાર પટેલ મરીન એકેડેમીના ચેરમેન પ્રતિક માંગરોલીયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમમાં વી.આર.મરીન કંપનીમાં નોકરી મેળવેલ ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી માટે ખુબ-ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!