કેશોદમાં આગમાં ૭ ઝુંપડા ખાક, જાનહાની ટળી

0

કેશોદમાં ડીપી રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીમાં ગત રાત્રે એક વાગ્યાના અરસામાં એકાએક આગ ફાટી નીકળતા ધરવખરી સહિત સાતેક ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયેલ છે. પાલીકા ફાયર ટીમ સહિત ૨ બ્રાઉઝર ઘટના સ્થળે પાંચેક બંબા દ્વારા પાણીનો મારો ચલાવી વિકરાળ આગને કાબુમાં લીધેલ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ ટીમ સહિત કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહેલ હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઝુંપડપટ્ટીમાં રહેનારાઓ માટે બાજુના કોમર્સીયલ બિલ્ડીંગમાં સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!