જૂનાગઢપાલિકાની વોર્ડ નંબર ૬ અને ૧પની પેટાચૂંટણી માટે કુલ ૧૧માંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મનપાની બે બેઠકો પૈકી વોર્ડ નંબર ૬ માં ૭ અને વોર્ડ નંબર ૧પમાં ૪ મળી કુલ ૧૧ ઉમેદવારો રહયા હતાં. દરમ્યાન ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર
૬ માંથી દિવ્યાબેન કિશોરભાઈ સાવલાણી અને નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરાએ ફોર્મ પરત ખેંચી લીધા હતાં. પરિણામે હવે બે બેઠકો ઉપર ૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આમાં વોર્ડ નંબર ૬ માં ભાજપના અરવિંદભાઈ ગાંડુભાઈ રામાણી, આમ આદમી પાર્ટીમાંથી ધર્મેન્દ્રભાઈ ગોકળદાસ ચાવડા, એનસીપીમાંથી માલદેભાઈ રાણાભાઈ ચાવડા, કોંગ્રેસમાંથી લલીતભાઈ વિઠ્ઠલભાઈ પરસાણા તેમજ અપક્ષમાંથી પ્રવિણભાઈ તેજાભાઈ વાઘેલાને સમાવેશ થાય છે. જયારે વોર્ડ નંબર ૧પમાં ભાજપના નાગજીભાઈ ડાયાભાઈ કટારા, એનસીપીના રાજેશભાઈ બાવજીભાઈ સોલંકી, કોંગ્રેસના લાખાભાઈ વસતાભાઈ પરમાર અને અપક્ષના દિપકભાઈ દેવજીભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.
જયારે કેશોદ નગરપાલિકા તેમજ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. આમ આદમી પાર્ટીએ કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે ર૪, તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧ર અને જીલ્લા પંચાયતની ચૂંટણી માટે
૩ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews