જૂનાગઢની નામાંકીત હોટેલ સરોવર પોર્ટીકોની સુપર સર્વિસથી વનરાજ ખુશ

0

જૂનાગઢ શહેર એટલું બધુ ગમતીલુ શહેર બની ગયું છે કે દુર દુરથી પ્રવાસી જતા સહેલગાહે આવે છે અને ખુશખુશાલ બની ફરી આ શહેરમાં આવવાનું વાયદો કરી જાય છે. મીઠી મધુરી યાદ સાથે પરત ફરેલા પ્રવાસીને અનેરો આનંદ જાગે છે. જેમ પ્રવાસીઓ આ શહેરની મુલાકાતે આવે છે તેવીજ રીતે જંગલનો રાજા ‘સાવજ’ પણ જૂનાગઢ શહેરની મુલાકાતે આવી રહયો છે અને અહીંના માનવી તેમજ અહીં જે વ્યવસ્થાઓ થઈ છે તે જાેઈને આનંદીત બની અને ફરી પાછા પોતાના રસ્તે જતો રહે છે. જૂનાગઢ શહેરનાં ભાગોળનાં વિવિધ સ્થળો ઉપર તો અવાર-નવાર ભુતકાળમાં સિંહ પોતાના પરિવાર સાથે દેખાદીધી હોવાના અનેક કિસ્સા બહાર આવેલ છે. વિડીયો પણ વાયરલ થયા છે. પરંતુ અચાનક છેલ્લા પાંચ દિવસમાં જંગલનો રાજા વનરાજ જૂનાગઢ શહેરમાં પણ ટહેલતા જાેવા મળેલ છે. સરદારપરા વિસ્તારમાં સિંહની એન્ટ્રી બાદ તા.૮-ર-ર૦ર૧ને વહેલી સવારે પાંચ વાગ્યાનાં અરસામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી નામાંકીત હોટેલ સરોવર પોર્ટીકોમાં સિંહે ૪પ સેકન્ડની સરપ્રાઈઝ વિઝીટ લીધી હોવાનો વિડીયો વાયરલ થયો છે. અને જે અંગેની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનેલ છે.
દિવસે – દિવસે વિકાસ પામતા અને નવા આધુનીક વાઘા સાથે સજ્જ બની રહેલ જૂનાગઢ શહેરમાં અહીં આવનારા પ્રવાસી જનતાને ઉમદા આધુનિક સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી જૂનાગઢનાં જાણીતા ઉધોગપતિ સંજયભાઈ કોરડીયા દ્વારા રેલવે સ્ટેશન રોડ ઉપર હોટેલ સરોવર પોર્ટીકો કાર્યરત બનાવવામાં આવી છે અને ખુબજ ટુંકા સમયમાં આ હોટેલ સરોવર પોર્ટીકોનો નામ પ્રવાસી જનતાના મુખે લેવાઈ રહયું છે. દરમ્યાન તા.૮નાં વહેલી સવારનાં પાંચ વાગ્યાના અરસામાં જૂનાગઢ પંથકનું ઘરેણું એવાં જંગલનાં રાજા વનરાજ અચાનક હોટેલ સરોવર પોર્ટીકોમાં આવી ચડયો હતો અને ૪પ સેકન્ડ જેવો સમય રહયો હોય અને ત્યાર બાદ આ હોટેલમાંથી પોતાની આગવી ચાલ સાથે નિકળી ગયો હતો.
૪પ સેકન્ડની આ વિઝીટના અલભ્ય અને અલૌકીક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા છે અને સિંહે સરોવર પોર્ટીકોની મુલાકાત લીધી હોવાની પ્રથમ જાણ અહીં ફરજ બજાવતા સિકયુરીટીને થતા તેઓએ હોટેલ માલીકનો સંપર્ક સાધી તેમને જાણ કરી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતાં. તેમજ તેનો વિડીયો પણ વાયરલ થઈ રહયો છે અને જૂનાગઢવાસીઓને આ વિડીયો નિહાળી અનેરો રોમાંચ પણ થઈ રહયો છે. દરમ્યાન હોટેલ સરોવર પોર્ટીકોનાં માલીક સંજયભાઈ કોરડીયાએ
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફકત
૪પ સેકન્ડ જેટલો જ સમયગાળો જંગલનાં રાજાએ હોટેલની મુલાકાત દરમ્યાન ગાળ્યો છે અને કોઈપણ નુકશાન કર્યા વિના સિંહ પોતાની આગવી સ્ટાઈલમાં જતો રહયો છે. એક એવું અનુમાન પણ કરાઈ રહયું છે કે સરદારપરા વિસ્તારમાં જાેવા મળેલો સિંહ જંગલમાં પોતાના રસ્તે પરત ફરવા માંગતા હોય અને અચાનક આ હોેટેલમાં આવી ગયો હોય તેવું બને અને ત્યાંથી તુરંત જ બીજા દરવાજા બહાર નિકળી ગયો હોવાનું બનેલ છે. ૪પ સેકન્ડની આ રોમાંચકારી અને થ્રીલર સમી આ ઘટના હાલ તો જૂનાગઢવાસીઓમાં વોટસએપના માધ્યમથી અનેક લોકોનાં મોબાઈલમાં ફરતી થઈ છે. જૂનાગઢ શહેરની હોટેલ સરોવર પોર્ટીકોની ઓચિંતી મુલાકાતે આવેલા વનરાજે અહીંની સુંદર વ્યવસ્થા નિહાળી અને અત્યંત ખુશબની જાણે ચેકીંગની કાર્યવાહી કરી અને વન તરફ પ્રયાણ કરી નાંખ્યું હોય તેવું પણ બનવા જાેગ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!