દ્વારકા ભાજપના ભિષ્મ પિતામહ હરિભાઈ કલ્યાણજી ભુંડીયાની વિદાય, સંગઠનમાં ઘેરા શોકની લાગણી

0

દ્વારકામાં ભાજપનો પાયો સ્થાપિત કરનાર અને છેલ્લા ૬૮ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જાેડાયેલા દ્વારકા ભાજપના ભિષ્મ પિતામહ હરિભાઈ કલ્યાણજી ભુંડીયાએ રાજકોટની હોસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપમાં હરિભાઈ આધુનિકના હુલામણા નામથી ઓળખાતા હતા. હરીભાઈ આધુનિકે ઈન્દીરા ગાંધીએ લાદેલી કટોકટી સમયે ૩૧૮ દિવસ જેલમાં કારાવાસ ભોગવ્યો હતો. દ્વારકા તાલુકા અને જામનગર જિલ્લામાં ભાજપને મજબુત બનાવવા તેમણે સિંહફાળો આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળે તે માટે તેમણે ર૭૭ ગામડાંમાં પ્રવાસ કર્યો હતો. સદ્‌ગતની અંતિમયાત્રામાં દ્વારકા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, વેપારી આગેવાનો, દરજી જ્ઞાતિના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્નેહીજનો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!