ભારતીય જનસંઘની બૌદ્ધિક મૂડી સમાન, અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓ જન્મેલા ધનતેરસના દિવસે, પણ ઉપાસક બન્યા સરસ્વતીના. મા લક્ષ્મીને આદરપૂર્વક નમન કરીને મા સરસ્વતીનો ખોળો પસંદ કર્યો એવું એમનું જીવન જાેતાં કહી શકાય. કોલેજકાળમાં સાવ સ્વાભાવિકતાથી પરીક્ષા આપી આવે અને પહેલો નંબર આવે. દરમ્યાન તેમનો સંપર્ક રાષ્ટ્રીય સેવક સંઘ સાથે થયો હતો. તેઓ સંઘના મંત્રી બન્યા હતા. અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી હતી. તેમણે વિજ્ઞાનની નવી નવી શોધો, યંત્રો વગેરેને ક્યારેય નકાર્યા નથી. તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને જગદ્ગુરૂ શંકરાચાર્ય વિષે બે પુસ્તકો પણ લખ્યા હતા. લખનૌમાં ‘રાષ્ટ્રધર્મ’ માસિક અને ‘પંચજન્ય’ સાપ્તાહિક સાથે તે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. રાજકારણમાં હોવા છતાં પ્રજાની લાગણીઓ ઉપર સવાર થઇ લાભ ખાટી જવાની વૃત્તિ ક્યારેય રાખી ન હતી. ભારતીય જનસંઘના વાર્ષિક અધિવેશનમાં એમણે આપેલું અધ્યક્ષીય પ્રવચન કલ્પનોત્તેજક દસ્તાવેજ સમું હતું. તા. ૧૧-૨-૧૯૬૮ના રોજ દીનદયાળજીના એક રેલવે પ્રવાસ દરમ્યાન કરૂણાંતિકા સર્જાઇ હતી. એ ટ્રેનમાં અંધારી રાતે શું થયું તે રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. સમાજ માટે જીવતા એક જીવનનો અચાનક જ કરૂણ અંત આવ્યો હતો. એમણે એક સૂત્ર આપેલું “દેશ બાહ્ય એટલે વિદેશથી લાવેલું હોય તેને દેશાનુકૂળ બનાવીએ અને પછી વાપરીએ.’’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews