કેશોદમાં જૂનાગઢ રોડ ઉપર અક્ષરવાટીકા-ર ખાતે રહેતા પુજાબેન પથીકભાઈ મકવાણાએ તેના પતિ પથીકભાઈ જેન્તીભાઈ મકવાણા, રમાબેન જેન્તીભાઈ મકવાણા અને સુધાબેન અમીતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનો આરોપી નં.૧ ફરીયાદીનો પતિ થતો હોય તથા સાસુ-નણંદ વગેરે દ્વારા ફરીયાદીને કામકાજ બાબતે મેણાંટોણા મારી દુઃખત્રાસ આપી માર મારતાં પુજાબેન મકવાણા તેના પિયર જતા રહેલ. આ દરમ્યાન આરોપી પથીકભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરીયાદીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં પોતાના લગ્ન સમયનાં ફોટા તથા વીડીયો તેમાં અપલોડ કરી ફરીયાદીના પરિવારના સભ્યોને ટેગ કરી ફરીયાદીના મિત્રોને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવી તેમજ તેમાં કોમેન્ટ કરી તેમજ ફરીયાદીના પરીવારના સભ્યોના વોટસઅપ નંબર ઉપર લગ્ન સમયનાં જુના ફોટા શેર કરી ફરીયાદીને તથા તેના પરિવારના સભ્યોને બદનામ કરવાના ઈરાદે ગુન્હો કર્યો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews