સમગ્ર ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા તા.૧રમીએ એક દિવસની હડતાલનો નિર્ણય લીધો છે. અને જેના પગલે આજે હડતાળ જારી કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ સહિતના મટીરીયલ્સ ઉપરના ભાવ વધારા સામે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લામાં આશરે નાના-મોટા પ૦ જેટલા નોંધાયેલા બિલ્ડર, કોન્ટ્રાકટરો આજે પોતાની ૧૦૦ જેટલી બાંધકામ સાઈટ બંધ રાખીને શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહયા છે. તેઓની રજુઆત છે કે, છેલ્લા છ માસથી કોરોનાના કારણે તમામ સ્તરે ચાલતા કામોની ગતી મંદ પડી ગયેલ છે. ત્યાર બાદ જયારે કામ શરૂ થયા છે, ત્યારે જ સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ તથા અન્ય મટીરીયલ્સમાં થયેલા અસહય ભાવવધારાને લીધે બાંધકામ લગતા કામો કરવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છેે. અને વિકાસની ગતી ધીમી પડવા લાગી છે.
સ્ટીલ, સિમેન્ટ ઉત્પાદકોએ કાર્ટેલ કરી ભાવો ખુબજ વધારી દીધા છે. તેને કારણે કામમાં અવરોધ થયો છે. સ્ટીલ, સિમેન્ટ ઉત્પાદકો સામે લાલ આંખ કરી ભાવો અંકુશમાં લેવામાં નહી આવે તો કામો અટકી જશે. બાંધકામના કામોમાં આશરે ૬૦ લાખ લોકો રોજગારી મેળવી રહયા છે જેઓ બેકાર બનશે. જેથી સિમેન્ટ અને સ્ટીલના ભાવોમાં સરકારે એક રેગ્યુલર ઓથોરીટીની રચના કરવી જાેઈએ, જેથી ભાવ વધારા ઉપર નિયંત્રણ કરી શકાય.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews