ગાયત્રી પરિવાર ગુજરાતભરમાં મેગા રક્તદાન શિબિર યોજી વસંત પર્વની કરશે અનેરી ઉજવણી

0

સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી સેવાના કાર્યક્રમ યોજાશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતભરમાં યુવા જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક રચનાત્મક સેવના કાર્યક્રમોને ગતિ આપવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ગાયત્રી પરિવાર આ વસંત પંચમી પર્વની ઉજવણી ગુજરાતભરના ૩૩ જીલ્લાઓમાં ગાયત્રી પરિવારના સંસ્થાન, સંગઠનતેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા માનવ માત્રને નવજીવન બક્ષવામાં સહાયક બની શકાય એવા રક્તદાન મહાયજ્ઞ ઠેર ઠેર આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ માહિતી ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના સંવાહક મનહરભાઇ પટેલે આપી છે વસંત પર્વ ૧૬ ફેબ્રુઆરી, મંગળવાર હોવાથી આ દિવસ અથવા તેની આગળ યા પાછળના રવિવારોમાં પણ રક્તદાન શિબિરો યોજાય તેવા આયોજન કરવામાં આવ્યા છે. વસંત પર્વ નિમિત્તે પણ જાે રવિવારે આયોજન થાય તો રક્તદાન કરનારને વધું અનુકૂળ રહે તેથી આગળ પાછળના રવિવારોમાં રક્તદાન શિબિરો યોજવા ર્નિણય કરવામાં આવ્યો છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ પ્રણવ પંડ્યાજીએ કહ્યું કે પીડિત માનવની સેવા જ સાચી માનવ સેવા છે. ગાયત્રી પરિવાર વિશ્વ સ્તરે હંમેશા જનસેવાના કાર્યોમાં અડીખમ આગળ રહ્યું છે. દેશમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવારની આપદા પ્રબંધન વાહિની હંમેશા સહુ પ્રથમ હોય છે . હાલમાં જ નેતાજી સુભાષચંદ્રજીની જન્મ જયંતી નિમિતે ગાયત્રી પરિવાર ઉત્તર પ્રદેશ દ્વારા ૧૦૦૮ યુનિટ રક્ત દાન કર્યું હતું . ગાયત્રી તીર્થ શાંતિકુંજની સુવર્ણ જયંતિના ઉપલક્ષમાં આ વિરાટ મહાયજ્ઞનું આયોજન થયું છે. જેમાં રાજ્યની જનતા તેમજ યુવા વર્ગને મોટી સંખ્યામાં રક્તદાન કરવા આહવાન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!