કોંગ્રેસનું શપથ પત્ર : ૬ મહાનગરપાલિકામાં સત્તામાં આવશું તો પ્રજાને ઘરવેરા સહિતમાં રાહત અને વિકાસકામોને અગ્રતા આપીશું

0

ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ જે મહાનગરપાલિકામાં સત્તામાં આવશે. ત્યાં આ શપથ પત્રમાં આપવામાં આવેલા એકે એક શબ્દનું પાલન કરવામાં આવશે ખાસ કરીને ઘર વેરામાં પ૦ ટકા સુધીનો ઘટાડો કરવાનું, ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્ષમાં રાહત આપવા સહિતના વચનોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની હાજરીમાં મીડિયાને શપથ પત્રના મુદ્દા અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે ભાજપની જેમ ખોટા વચનો કે વાયદા નથી આપતા પરંતુ શપથ લઈને આવ્યા છીએ એટલે કે કોંગ્રેસ સત્તામાં આવશ ેતો શું કરશે તે શપથ પત્રમાં લખવામાં આવ્યું છે. ભાજપના શાસનમાં જે પણ ખોટું થાય છે. તેને ખરૂ એટલે કે રાઈટ કરવું તે છે. આથી તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડ થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુવિધાઓ અને યોજનાઓનો લાભ મેળવી શકશે. સત્તામાં આવ્યાના ર૪ કલાકમાં જ કોન્ટ્રાકટ પ્રથા નાબુદીની શરૂઆત કરવામાં આવશે. તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ તબક્કે જણાવ્યું હતું કે રાજયની મહાનગરોમાં ભાજપનું શાસન હોવા છતાં અનેક સમસ્યાઓ છે. નાગરિકો ટેકસ ભરતા હોવા છતાં સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી. ભાજપના શાસકો પ્રજાની સમસ્યાઓનું સમાધાન લાવવામાં નિષ્ફળ નિવડયા છે. મોટાભાગના શહેરોના કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ આજે પણ જાેવા મળે છે. તેવામાં કોંગ્રેસે આ સમસ્યાને ઉકેલવાની અને પાણીની બચત કરનારા શહેરીજનોને મફતમાં પાણી આપવાની જાહેરાત કરી છે. નવાવિસ્તારોમાં જ્યાં સુધી નર્મદાનું પાણી ના આપી શકાય ત્યાં સુધી વોટર ટેક્સમાં રાહત અપાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે. સોસાયટીઓમાં નિયમિત સફાઈ માટે વૈજ્ઞાનિક ઢબે આયોજન, કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂંક, સફાઈ કર્મીઓને તેમના ઝોનમાં ક્વાર્ટર આપવાનું, જાહેર જગ્યાઓ ઉપર સ્વચ્છ અને ફ્રી પબ્લિક ટોઈલેટનું નિર્માણ કરવાનું પણ પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે. અમદાવાદ માટે માથાનો દુઃખાવો બનેલા પીરાણાના કચરાના ડુંગરનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર નિકાલ લવાશે તેમ પણ પક્ષે જણાવ્યું છે. શહેર હોય કે ગામડાં, ચોમાસામાં ઘણા રસ્તા ધોવાઈ જતાં હોય છે. આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસે જાહેરાત કરી છે કે જાે તેને સત્તા મળી તો તમામ તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવશે. તેમજ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવાશે તેવું ચૂંટણી વચન પણ પક્ષે આપ્યું છે. આરોગ્ય સેવા માટે પક્ષે દરેક વોર્ડમાં તિરંગા હેલ્થક્લિનિક ખોલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હ્રદયરોગ, કિડની જેવી ગંભીર બીમારીની સારવાર લેતો દર્દી સામાન્ય ના થાય ત્યાં સુધી તેને ટ્રીટમેન્ટ અપાશે,અને ખાસ તો અમદાવાદ માટે વી.એસ. હોસ્પિટલને ફરી કાર્યરત કરાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.

પ્રજાકીય કામો માટે કોંગ્રેસનું શપથપત્ર
૧. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.
૨. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદીની શરૂઆત કરાશે.
૩. સત્તામાં આવ્યાના ૨૪ કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.
૪. એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરાશે.
૫. શહેરના જાહેર માર્ગો ઉપર એર પ્યુરીફાયર લગાવાશે.
૬. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપવામાં આવશે.
૭. સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓનું પુનઃ નિર્માણ શરૂ કરાશે.
૮. કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અપાશે.
૯. ઘરવેરામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરાશે.
૧૦. સમગ્ર શહેરમાં વરસાદના પાણીના નિકાલ માટે એક્સપર્ટની મદદ લઇ વિશ્વસ્તરીય સર્વિસ કોરિડોર બનાવાશેે.
૧૧. તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કીંગ આપવામાં આવશે.
૧૨. તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ ઝોન શરૂ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!