ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ પરમાનંદજી પાસે વેદાન્તનો અભ્યાસ કર્યો હતો. ગુરૂની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો.
દ્રઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા
એના પછી દ્રઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી હતી. યોગ્ય ગુરૂ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આજ વિચાર કરતા હતા. હિંદુ ઉદ્ધાર માટે મહર્ષિ દયાનંદ કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું હતું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.
હું બંધનો છોડાવવા આવ્યો છું – સ્વામી દયાનંદ સરસ્વતી
આર્ય સમાજના સિદ્ધાંતો
મહર્ષિ દયાનંદ ૧૮૭૫માં આર્યસમાજની સ્થાપના કરી હતી. ગુજરાતના એક રજવાડાના વતની સ્વામી દયાનંદે ભારતમાં સંકલ્પશક્તિ સાથે એક સ્પષ્ટ ચળવળના પ્રથમ પ્રયત્નની શરૂઆત કરી હતી. આ પ્રયત્નએ કેટલીક “વેૈદિક શાળાઓ”નું સ્વરૂપ ધારણ કર્યું જે તે સમયની સરકારી શાળાઓ કરતા એકદમ અલગ હતી. તેમાં વિદ્યાર્થીઓને વેૈદિક મૂલ્યો, સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૪મી જૂન ૧૮૭૭માં, બીજાે મોટો આર્ય સમાજ લાહોરમાં સ્થપાયો હતો. જાેકે, દયાનંદે રાજકોટ આર્ય સમાજ માટે ૨૮ નિતિ નિયમોની યાદી બનાવી હતી અને જે મુંબઇ આર્ય સમાજ માટે પણ માન્ય રાખવામાં આવી હતી તેને વધુ પડતી જટિલ ગણવામાં આવી હતી. તેથી એવી દરખાસ્ત થઇ હતી કે સિદ્ધાંતો ઓછા અને સરળ બનાવવા જાેઇએ, જ્યારે નિયમો અલગ દસ્તાવેજ તરીકે તેમાંથી હટાવવા જાેઇએ. સ્વામી દયાનંદ સહિત દરેક વ્યક્તિની હાજરીમાં સહમતી સાધવામાં આવી અને જે આજે સમગ્ર વિશ્વમાં જાણીતા આર્ય સમાજના ૧૦ સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા હતા. આર્ય સમાજની દરેક સ્થાપિત શાખાઓ આ સિદ્ધાંતો ઉપર સ્થપાઇ હતી. જાેકે, સમાજની દરેક નવી શાખાનું સંચાલન કયા નિયમોને આધારે થશે તે નક્કી કરવાની અમુક હદ સુધીની સ્વતંત્રતા તેને આપવામાં આવતી હતી. સમાજના સભ્ય બનવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિએ તે આ સિદ્ધાંતો જાળવશે તે વાત સાથે ચોક્કસ સહમત થવું પડતું હતું. જાેકે, આ દસ સિદ્ધાંતોથી ઉપરાંત આર્યસમાજના કોઇપણ સભ્ય ઉપર બીજુ કોઇ બંધન નહોતું. આ કારણે, પહેલા વિવિધ ધર્મ સંપ્રદાયના લોકો સમાજ તરફ આકર્ષાતા હતાં અને ભારતીય સમાજના ધર્માંન્તરિત થયેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી અને મુસલમાન લોકો સારા પ્રમાણમાં તેમાં જાેડાયા હતા. આ સિદ્ધાતોમાંથી તાર્કિક તારણો બહાર કાઢીએ તો આર્ય સમાજ સ્પષ્ટ રીતે દેવપૂજા, મૂર્તિ પૂજા, પ્રાણીઓની બલી, પિતૃ પૂજા, ધાર્મિક જાત્રા, સંતપૂજા, ભગવાનના અવતાર અથવા પૂર્નઃજન્મની માન્યતાઓ, જાતિવાદ, છૂત-અછૂત અને બાળ લગ્નને વખોડે છે કારણ કે તેને વૈેદિક સમર્થન મળતું નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews