જૂનાગઢ તાલુકાનાં સાંકળીધાર નજીકથી સ્વીફટકારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કાળાભાઈ અને સ્ટાફે સાંકળીધાર ચેકપોસ્ટ પાસેથી ચરણસિંહ શાંતુભાઈ બોરીચા (ઉવ.ર૮) રહે.શ્રમજીવીનગર ૬૬ કેવીવાળો સ્વીફટકાર નં.જીજે-૩૧-એ- ૧૪૮૩માં દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂની પેટી નંગ-૯, છુટી બોટલ ૧ર મળી ૧ર૦ દારૂની બોટલ, મોબાઈલ ફોન, કાર વગેરે મળી રૂા.૩,૦૩,૦૦૦ લાખનાં મુદામાલ સાથે મળી આવેલ છે. આ દારૂનો જથ્થો નડાળા ગામનાં પ્રતાપભાઈ બાવકુભાઈ બોરીચાએ આપ્યો હોવાનો બહાર આવેલ છે. તાલુકા પોલીસે બે સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ૬૬ કેવી શ્રમજીવીનગર ખાતે ચરણસિંહ શાંતુભાઈ બોરીચાનાં રહેણાંક મકાને તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ-૭ર રૂા.ર૮,૮૦૦નો મુદામાલ ઝડપી લઈ તેની વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!