ટ્‌વીટરે અમુક એકાઉન્ટ બંધ કરી ફરી શરૂ કરતાં કેન્દ્ર સરકારની કાનૂની પગલાં ભરવાની કડક ચીમકી

0

કેન્દ્રએ ટ્‌વીટરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં સોશિયલ મીડિયા જાયન્ટ અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈગઈ છે. આ હિલચાલ વચ્ચે અમેરિકાએ પોતાની પ્રતિક્રિયામાંં જણાવ્યું હતુંં કે, તે વિશ્વભરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોનું સમર્થન કરે છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડપ્રાઈસ નેડએ જણાવ્યું હતું કે, અમે દુનિયામાં વાણી સ્વતંત્રતા અને લોકતંત્રના પાયાના સિદ્ધાંતોને ટેકો આપીએ છે. જ્યાં સુધી ટ્‌વીટરની નીતિઓની વાત છે તો અમે આ અંગેનો નિર્ણય ટ્‌વીટર ઉપર જ છોેડીએ છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈટી મંત્રીએ જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયા કંપનીઓને કહેવા માંગુ છું કે, ભારતમાં તમારા લાખો ફોલોઅર્સ છે. તમે બિઝનેસ કરવા અને નાણાં કમાવવા સ્વતંત્ર છો. પણ તમારે ભારતીય બંધારણનું પાલન કરવું પડશે. અમે સોશિયલ મીડિયાનો આદર કરીએ છે. આ માધ્યમે સામાન્ય લોકોને શક્તિ આપી છે. ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા છે. પણ જાે બોગસ સમાચારો અને નફરત ફેલાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે તો અમે કાર્યવાહી કરીશું. અત્રે ઉલ્લેખનિય છે કે, ટ્‌વીટર સાથે ભારત સરકારના વિવાદમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે ટ્‌વીટરના અધિકારીઓ અને લીગલ ટીમ સાથે ભારત સરકારના સૂચના અને ટેકનોલોજી મંત્રાલયની બેઠક યોજાઈ હતી. બે કલાક સુધી ચાલેલી આ બેઠક કોઈ પરિણામ સુધી પહોંચી શકી ન હતી. આ બેઠકમાં ભારત સરકારે અમેરિકન સંસદ અને ભારતના લાલ કિલ્લા ખાતે થયેલી ઘટના અંગે બેવડા ધોરણ અપાનાવવા બદલ ટ્‌વીટર સામે નારાજગી વ્યક્ત કરી હતી. રવિશંકરે રાજ્યસભામાં પોતાના ભાષણ દરમ્યાન જણાવ્યું હતું કે, જાે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને અસર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ચૂંટણી પંચ ઉપરાંત સરકાર પણ પગલાં ભરશે. એક રીતે ભારત સરકારે એવી ફરિયાદ કરી હતી કે, ટ્‌વીટર પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે ભેદ કરે છે. બન્ને જગત માટે તેની નીતિ અલગ-અલગ છે. સરકારે ટ્‌વીટરને નિયમોનું પાલન કરવા ચેતવણી આપી હતી. કંપનીના પોતાના જે નિયમો હોય પણ જાે તેમણે ભારતમાં કામ કરવું હોય તો તેમણે ભારતીય બંધારણનું પાલન કરવું પડશે. સરકારે કેટલાક એકાઉન્ટ બંધ કરવા ટ્‌વીટરને આદેશ આપ્યો હતો. અમુક સમય માટે આ એકાઉન્ટ બંધ કરાયા પછી ફરી શરૂ કરવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે, આવા વલણ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પશ્ચિમના દેશો અને ભારત માટે ટ્‌વીટર બેવડી નીતિ અપનાવે છે
ભારત સરકારે એવી ફરિયાદ કરી હતી કે, ટ્‌વીટર પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે ભેદ કરે છે. સરકારે જણાવ્યું હતું કે, અમેરિકાની સંસદ ઉપર થયેલા હુમલા અને લાલ કિલ્લાની ઘટના અંગે ટ્‌વીટરે બે અલગ-અલગ ધોરણો અપનાવ્યા હતા. બન્ને જગત માટે તેની નીતિ અલગ-અલગ છે. સરકારે ટ્‌વીટરને નિયમોનું પાલન કરવા ચેતવણી આપી હતી. કંપનીના પોતાના જે નિયમો હોય પણ જાે તેમણે ભારતમાં કામ કરવું હોય તો તેમણે ભારતીય બંધારણનું પાલન કરવું પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!