જૂનાગઢ તાલુકા અને જીલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ, ૧૬ ફેબ્રુઆરીએ ચિત્ર સ્પષ્ટ થશે

0

જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે યોજાનાર ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ચાર બેઠકને બાદ કરતા બાકીની ર૬ બેઠક માટે ભાજપે તમામ નવા ચહેરાને તક આપી છે. ગઈકાલ સુધીમાં કુલ ૧પ ફોર્મ ભરાયા છે. દરમ્યાન આગામી ચૂંટણીને અનુલક્ષીને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. જયારે પોલીસતંત્ર દ્વારા પણ તકેદારીનાં પગલા લેવામાં આવી રહયા છે. જૂનાગઢ જીલ્લા પંચાયત, જૂનાગઢ તાલુકા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો રહેલો છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક માટે યોજાનાર ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતા તેમાં બિલખા, મજેવડી, મુફતુપુર, માંગરોળ બેઠકના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તેને બાદ કરતા બાકીની ર૬ બેઠક માટે પોતાના નામની જાહેરાત કરી દીધી છે. ફોર્મ ભરવાની શરૂઆત થતા જ ગઈકાલ સુધીમાં મજેવડી અને મેસવાણ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના બે ઉમેદવાર ફોર્મ ભર્યા હતા. આજે વધુ૧૩ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જેમાં જુથળ બેઠક ઉપર કોંગ્રેસમાંથી બે, અમરાપુર બેઠક માટે કોંગ્રેસમાંથી બે અને આમ આદમી પાર્ટીમાંથી એક અને માળિયા બેઠક માટે કોંગ્રેસમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ છે. ગત ચૂંટણીમાં ૩૦ બેઠક પૈકી ભાજપને ત્રણ બેઠક મળી હતી. જેના વિજેતા અમરાપુર સીટના કમળાબેન રામસિંહ ડોડીયા, કુકસવાડા બેઠકના દુધીબેન હીરાભાઈ સોલંકી, મેખડી બેઠકના દેવાભાઈ માલમ અને વડાલ બેઠકના વિજેતા અરવીંદ ખરડેસિયાને આ વખતે ટીકીટ આપવામાં આવી નથી. જયારે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા વગર જ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં આજે વધુ ૯૯ ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ગઈકાલે અને આજના થઈને અત્યાર સુધીમાં કુલ ૧ર૬ ફોર્મ ભરાયા છે.
જૂનાગઢ જીલ્લા પંચાયત ભાજપના ર૬ ઉમેદવારો જાહેર
અગતરાય – પરબતભાઈ અકરાભાઈ રાઠોડ, અજાબ – ઉર્મિલાબેન દિનેશભાઈ લાડાણી, અમરાપુર – મધુબેન વરજાંગભાઈ કરમટા, બાલાગામ – વનીતાબેન મનસુખભાઈ રાઠોડ, ભેંસાણ – લાભુબેન અનુભાઈ ગુજરાતી, ચુડા – કુમારભાઈ સુરંગભાઈ બસીયા, ધંધુસર – સાકરબેન અરજણભાઈ દીવરાણીયા, ડુંગરપુર – સુશીલાબેન પરશોતમભાઈ સિંદપરા, ગડુ – મંજુલાબેન કાનાભાઈ પંડિત, જુથળ – આરતીબેન હિતેશભાઈ જાવિયા, કાલસારી – કિરણબેન કિશોરભાઈ ભાયાણી, કણજા – શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, કોયલાણા – રીનાબેન હિતેશભાઈ મારડીયા, કુકસવાડા – હીરાભાઈ લખમણભાઈ સોલંકી, માળિયા – દિલીપસિંહ નાજાભાઈ સિસોદિયા, મટીયાણા – હરસુખભાઈ ગોરધનભાઈ ગરાળા, મેખડી – સોમતભાઈ આલાભાઈ વાસણ, મેંદરડા – હરેશભાઈ બાવાભાઈ ઠુંમર, મેસવાણ – અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરા, મોટીમોણપરી – મધુબેન વિરેન્દ્રભાઈ સાવલીયા, સરદારગઢ – કંચનબેન લખમણભાઈ ડઢાણીયા, સરસઈ- વિપુલભાઈ છગનભાઈ કાવાણી, સાસણ – નિર્મળાબેન વિનુભાઈ બુસા, શાપુર – મુકેશભાઈ જીવરાજભાઈ કણસાગરા, શીલ – પ્રભાબેન ભગવાનજીભાઈ કરગટીયા, વડાલ – પ્રવિણભાઈ ઘુસાભાઈ પટોળીયાના નામો જાહેર કરેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો ઉપર ચોથા દિવસ ૧૧ ફેબ્રુઆરીએ ૧૩ ફોર્મ ભરાયા છે.
જયારે તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે ૯૮ ફોર્મ ભરાયા છે. આમાં ભેંસાણમાં ૯, જૂનાગઢમાં ૧ર, કેશોદમાં ૧, માળિયામાં ર૦, માણાવદરમાં ૧૦, માંગરોળમાં ર૧, મેંદરડામાં ૧, વંથલીમાં ૧ અને વિસાવદરમાં ર૪ ફોર્મનો સમાવેશ થાય છે. જયારે કેશોદ પાલિકામાં કુલ ૮ ફોર્મ ભરાયા છે. આમાં વોર્ડ નંબર રમાં ૩, વોર્ડ નંબર ૪ માં ૧, વોર્ડ નંબર ૭ અને વોર્ડ નંબર ૮ માં ર-ર ફોર્મનો સમાવેશ થાય છે. દરમ્યાન ભાજપ-કોંગ્રેસ પ્રેરીત ઉમેદવારો તેમજ અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ આજે અને આવતીકાલે બે દિવસમાં ફોર્મ ભરી જશે અને મોટાભાગનાં ઉમેદવારી પત્રકો આજે ભરાઈ જશે. આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારી પત્ર ચકાસણી માટે ૧પ ફેબ્રુઆરી છે અને ફોર્મ પરત ખેંચવાની તારીખ ૧૬ ફેબ્રુઆરી છે. અને આગામી ૧૬ ફેબ્રુઆરીએ સાંજે જૂનાગઢ જીલ્લા પંચાયત, જૂનાગઢ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા તેમજ જીલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!