જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ ઇસમોને જૂનાગઢ શહેર તથા જિલ્લા તેમજ આજુબાજુના પાડોશી જિલ્લામાંથી જુદા જુદા સમય માટે તડીપાર કરવામાં આવેલ છે. જેઓને મંજૂરી વગર જૂનાગઢ જિલ્લા તથા શહેરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા આવા તડીપાર હદપાર થયેલા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને અવાર-નવાર ચેક કરી, મળી આવે તો, તાત્કાલિક કાર્યવાહી કરી, હદપાર ભંગના કેસો કરવા સુચનાઓ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે હદપાર/તડીપાર થયેલા ઇસમોને ચેક કરવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એ.એસ.આઇ. એમ.ડી.માડમ, પો.કો. વનરાજસિંહ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, વિક્રમસિંહ, સુભાષભાઈ, અનકભાઈ, સંજયભાઇ સહિતના સ્ટાફના માણસોની સંયુક્ત ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા તથા શહેરમાંથી બે વર્ષ માટે હદપાર થયેલ અરજણભાઇ રૂડાભાઇ રાડા રબારી (ઉવ.૫૯) રહે.જૂનાગઢ પંચેશ્વર આવળઆઇના મંદીર પાસે વાળો મળી આવતા રાઉન્ડ અપ કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી અરજણભાઇ રૂડાભાઇ રાડા રબારી (ઉવ.૫૯) રહે.જૂનાગઢ પંચેશ્વર આવળઆઇના મંદીર પાસે વાળો જૂનાગઢ જિલ્લાની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ હોવા છતાં, હુકમનું ઉલ્લંઘન કરી, જૂનાગઢ જિલ્લામાં જ મળી આવતા, આરોપી વિરૂદ્ધ એ ડીવી.પો.સ્ટે.ના પો.કોન્સ. વનરાજસિંહ બનેસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, હદપાર ભંગનો ગુન્હો નોંધી, ધરપકડ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews