જૂનાગઢ શહેરમાં વસવાટ કરતાં અત્યંત મધ્યમ વર્ગનાં પરિવારનાં પુત્રએ અપાર મહેનત થકી એમડીએસ (માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી) માં ગોલ્ડમેડલ મેળવીને પરિવાર અને જૂનાગઢ શહેરનું ગૌરવ વધારેલ છે. જૂનાગઢમાં હોનહાર યુવાન ડો.સાકીર અમરેલીયાએ રાજસ્થાનનાં જયપુર સ્થિત વિનાયક ગ્લોબલ યુનિવર્સિટીમાંથી એમ.ડી.એસ.માં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલી મેળવી પરિવાર અને ઘાંચી સમાજનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો.સાકીર અમરેલીયાનાં પિતા અલારખાભાઈ અમરેલીયા ફ્રુટની લારી ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે.
અલારખાભાઈએ તનતોડ મહેનત કરી પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવી નવો રાહ ચીંધેલ છે. ડો.સાકીર અમરેલીયાએ ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરતાં ઘાંચી સમાજનાં આગેવાન શબીર અમરેલીયા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોએ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યકત કરી છે. ડો.સાકીર અમરેલીયાએ કહયું કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ અને પધ્ધતિસરનાં વાંચનથી સિધ્ધી પ્રાપ્ત કરી શકાય છે. યુવા વર્ગે સોશ્યલ મિડીયા ઉપર સમય નહીં બગાડતા પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું જાેઈએ. જેથી કરીને ઉજજવળ ભવિષ્યનો પાયો નાંખી શકાય તેમ ડો.સાકીરે યુવાનોને સંદેશ આપતા જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews