માણાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ જેવી ગાડીમાં ‘પોલીસ’ લખેલા સીમ્બોલ લગાવી ખુલ્લેઆમ રોમીયોગીરી કરનારા સામે અનેક સોસાયટીનાં લોકોેએ મૌખિક રજુઆતો કરેલ છે. ખુદ પત્રકારોએ ગાડીનાં વીડિયો મોકલેલ હતાં છતાં યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તેવો પ્રશ્ન લોકોમાંથી ઉદભવ્યો છે. માવજી જીણા, આર.કે. પાર્ક સોસાયટીમાં ચોકકસ સમયે જ પોલીસની જેમ રોફ રાખી ખુલ્લેઆમ ફરતો આ અસામાજીક તત્વ કોણ છે ? પોલીસ જેવો વેશ ધારણ કરી પોલીસ લખેલ ટીશર્ટ પહેર્યુ હોય છે.
આ છેલબટાઉએ માણાવદર શહેરમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસનો સીમ્બોલ લખી ટયુશન કલાસીસ, સ્કુલ તથા શહેરમાં ખુલ્લેઆમ ઘુમતો અને છોકરીઓની પાછળ બાઈક દોડાવતા અસામાજીક તત્વે હાહાકાર મચાવ્યો છે. પોલીસ વડા એલસીબીને આ અંગે યોગ્ય તપાસ સોંપી ૩પ હજારની જનતાને આ અસામાજીક તત્વનાં બાનમાંથી મુકત કરાવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે. જાે કે આજ સુધી એકપણ રોમીયોગીરી કરનારા સામ પગલાં લેવાયા નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews