સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને યુવાનો હવે જીપીએસસીની અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વધુ સજ્જ થઇ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકા વિસ્તારમાં પણ હવે સરકારી નોકરી અંગે ધીમે ધીમે જાગૃતતા આવી છે અને પરિણામે મોટી સંખ્યામાં ફોર્મ ભરાય છે. ઘેર બેઠા તૈયારી કરતાં અનેક ભાઈઓ-બહેનો કોઈ કોઈ વાર નાના નાના પ્રશ્નોમાં અટકતા હોય છે. સફળતા તો દરેક યુવાનો ઈચ્છે છે પણ એમના ક્યા રસ્તાઓ શ્રેષ્ઠ છે ? શું ફેરફારો જરૂરી છે ? પ્લાનિંગ કેમ કરવું ? હકારાત્મકતા કેમ આવે ? મિત્ર વર્તુળ કે માહોલ દ્વારા કેમ મદદ મળે, આ અંગે સ્વામી વિવેકાનંદજીના વિચારો સહીત અનેક બાબતોની છણાવટ આ લાઇવ કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા કરવામાં આવશે. આ સંવાદ કાર્યક્રમનો દોર કેરિઅર એક્સપર્ટ જયેશભાઈ વાઘેલા દ્વારા સંભાળવામાં આવશે. યુવાનો પણ પોતાના પ્રશ્નો ત્યારે જ ઓનલાઈન પૂછી શકશે. આ ફ્રી લાઇવ સંવાદ રવિવારે તારીખ ૧૪ ફેબ્રુઆરીના રાત્રે ૯ઃ૩૦ કલાકે રાખેલ છે. જેમાં તમામ યુવા વિદ્યાર્થીઓ વધુમાં વધુ જાેડાય અને જ્ઞાન-સંવાદનો વધુમાં વધુ લાભ લઈને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે, એવો શુભ હેતુ પણ છે. આ ફ્રી લાઇવ કાર્યક્રમમાં જાેડાવા અને ડાયરેક્ટ લિંક મેળવવા પોતાના વ્હોટ્સએપ નંબરથી “સંડે લાઇવ” એવો વ્હોટ્સએપ નંબર મેસેજ મોબાઈલ નંબર- ૮૮ ૬૬ ૪૪ ૨૨૫૫ ઉપર કરવાથી, તેઓને તેમના નંબર ઉપર ડાયરેક્ટ લીંક મોકલી આપવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews