વેરાવળ પાટણ નગરપાલીકામાં ઉમેદવારોની પસંદગી મામલે બંને પક્ષે ભારે ખેંચતાણ

0

વેરાવળ પાટણ નગરપાલીકાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી મામલે ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષોમાં ભડકાની સ્થિતિ સર્જાય છે. સત્તાધારી ભાજપમાં આગેવાનોની ખેંચતાણના કારણે આખો દિવસ મંથન કર્યા બાદ ઉમેદવારોની અધુરી જાહેરાત કરવાની ફરજ પડી હતી. તો કોંગ્રેસ યાદી જાહેર કરે તે પૂર્વે શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખે પાર્ટીએ વિશ્વાસધાત કર્યાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દેતા સ્થાનીક રાજકારણ ગરમાયું છે.
વેરાવળ પાટણ નગરપાલીકાની ૪૪ બેઠકોમાં ઉમેદવારોની પસંદગી મુદે ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાં માંડાગાઠની સ્થિતિ સર્જાય છે. જેમાં સત્તાધારી ભાજપની વાત કરીએ તો ગુરૂવારે આખો દિવસ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશમંત્રી ઝવેરીભાઇ ઠકરાર સાથે શહેર સંગઠનના હોદેદારોએ સામાજીક ગણીત બેસાડી ઉમેદવારો પસંદ કરવા બેઠકો કરેલ પરંતુ સ્થાનીક ભાજપના જુથોની ખેંચતાણના કારણે સંમિત સર્જાતી ન હતી. અંતે મોડીરાત્રી ત્રણ વાગ્યે નગરપાલીકાના ૮ વોર્ડની ૩૨ પૈકી ૩૧ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાતની યાદી જાહેર કરી એક બાકી રાખવામાં આવી હતી. જયારે ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા લઘુમતિ વિસ્તારવાળા વોર્ડ નં.૨, ૫ અને ૬માં ઉમેદવારી ન કરવાનો ર્નિણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.
આમ સત્તાધારી ભાજપમાં ઉમેદવારોની પસંદગી બાબતે સંગઠનને પગે પાણી આવી ગયાનો તાલ સર્જાયો હતો. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીમાં સ્થાનીક આગેવાનો છેલ્લી ઘડીએ ફેરફાર કરાવવા સક્રીય થતા યાદી જાહેર થવામાં વિલંબ થઇ રહયો છે.
પક્ષની સત્તાવાર યાદી જાહેર થાય તે પૂર્વે જ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલે રાજીનામું આપી દેતા ભડકાની સ્થિતિ સર્જાય છે. મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલે રાજીનામા પત્રમાં પાર્ટીએ વિશ્વાસઘાત કર્યો હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો છે. વધુમાં બે વર્ષથી પાર્ટીમાં મને મળેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વેરાવળ પાટણ શહેર કોંગ્રસ પક્ષ દ્વારા મારા હોદા તથા મારી ટીમની અવગણના કરવામાં આવે છે. બીજી તરફ શહેર કોંગ્રેસ દ્વારા પણ યાદી જાહેર કરાશે તેવું જાણવા મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!