દ્વારકા ખાતે શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા પ૧માં સમુહલગ્નનું વસંત પંચમીના દિવસે ભવ્ય આયોજન

0

શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારકા વ્યવસ્થાપક સમિતિના ઉપક્રમે તા. ૧૬-ર-ર૦ર૧ના રોજ વસંત પંચમીના શુભદિને પ૧ માં સમુહલગ્ન અને યજ્ઞોપવિત તથા ચૌલ સંસ્કારનું સ્વામીનારાયણ મંદિર, શાકમાર્કેટ ચોક, દ્વારકા ખાતે આયોજન કરવામાં આવેલ છે. શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા વસંત પંચમી તા.૧૬-ર-ર૦ર૧ ને મંગળવારના રોજ યોજાનાર પ૧ માં સમુહલગ્નમાં ૧૯ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે જયારે ૩૮ યુવાનો યજ્ઞોપવિત તથા ૧૭ ચૌલ સંસ્કાર ધારણ કરશે. સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ પુરૂષોત્તમ પુરોહિતના નેજા હેઠળ યોજાનાર આ સમુહલગ્નનાં મુખ્ય યજમાનપદે મૌલેષભાઈ ડાયાભાઈ ઉકાણી અને સોનલબેન મૌલેષભાઈ ઉકાણી (રાજકોટ) રહેશે જયારે ભોજન સમારંભનાં મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (પૂર્વ ધારાસભ્ય કાંકરેજ) અને અંબાબેન બાબુભાઈ દેસાઈ વાતમા પરિવાર (અમદાવાદ) રહેશે. આ સમુહલગ્નમાં સંતો, મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે તેમજ રાજકીય અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. આ સમુહલગ્નને સફળ બનાવવા શ્રી ગુગ્ગલી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારકા વ્યવસ્થાપક સમિતિ, કારોબારી સમિતિ અને મહિલા મંડળ કારોબારીની બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રસંગે વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ પુરૂષોત્તમભાઈ પુરોહિત, ઉપપ્રમુખ જગદીશભાઈ જયંતિલાલ મીન, મંત્રી યજ્ઞેશભાઈ કાનજીભાઈ ઠાકર, સહમંત્રી નારાયણભાઈ હિંમતલાલ વાયડા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!