જૂનાગઢ શહેરના તળાવ દરવાજા, ઇન્દ્રલોક આર્કેડ પાસે સને-૨૦૧૫ માં ફરિયાદી ધવલભાઇ કલ્યાણજીભાઈ પરમાર રહે. આલાપ ગ્રીન સીટી ની પાસે રૈયા રોડ રાજકોટ વાળાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર ય્ત્ન૧૧દ્ગ૪૦૨૪ નું ઉપરોક્ત જગ્યા પાર્ક કરેલ હતું, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, ફરિયાદી ધવલભાઇ કલ્યાણજીભાઈ પરમારએ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરીની સૂચના મુજબ એએસઆઇ એમ.ડી. માડમ વનરાજસિંહ, અનકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, સુભાષભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન કાળવાચોક ખાતેથી પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ તથા અનકભાઈને મળેલ બાતમીને આધારે સરદારના બાવલા ખાતે આરોપી વિજય પ્રકાશભાઈ રામાનુજ (જાતે બાવાજી ઉંવ. ૩૫ રહે. મધુરમ શુભમ ડીલકસ પાન ની સામે ની શેરી, સાજીદ ખાન ના મકાનમાં, જૂનાગઢ) ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, જેથી રજી નંબર ય્ત્ન૧૧દ્ભદ્ભ૭૭૫૪ તથા એન્જિન નંબર ૦૨ય્૧૮ઈ૩૩૬૬૯ તથા ચેસીસ નંબર ૦૨ય્૨૦હ્લ૩૩૭૭૧ ના જણાયેલ અને મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. શંકાસ્પદ મોટર સાયકલના એન્જીન ચેસીસ નંબરને આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ ધવલભાઇ કલ્યાણજી પરમાર (રહે. જૂની પોસ્ટ ઓફિસ રોડ, રાણાવાવ જીલ્લો પોરબંદર)નું સરનામું મળતા, આરોપી ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ આજથી ૬ વર્ષ પહેલા ઇન્દ્રલોક આર્કેડ, તળાવ દરવાજા ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ બાબતે બીડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ગુન્હો નોંધાયેલ હતો. જેથી, એ ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂા. ૧૫,૦૦૦ કબજે કરવામાં આવેલ હતું અને આરોપીને ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ઉપરાંત, પકડાયેલ આરોપી વિજય પ્રકાશભાઈ રામાનુજ બાબતે પણ પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા ભૂતકાળમાં ૨૦૧૭ ની સાલમાં પ્રોહીબિશનનાના બે ગુન્હા તથા કેફી પીણું પીને વાહન ચલાવવાના ૧ એમ કુલ ૩ ગુન્હામાં, ૨૦૧૮ ની સાલમાં ચોરીના બે ગુન્હામાં, ૨૦૧૯ ની સાલમાં ૪ ચોરીના ગુન્હામાં તેમજ સને ૨૦૨૦ ની સાલમાં કેફી પીણું પીને વાહન ચલાવવાના ગુન્હાઓ મળી આશરે એક ડઝન ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો પણ જાણવા મળેલ હતી. આરોપી વિજય રામાનુજની પૂછપરછ કરતા, પોતે રીક્ષા ડ્રાઈવિંગ કરતો હોય, નશાની આદત હોય, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મોટર સાયકલ ચોરીની કબૂલાત કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews