જૂનાગઢ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કેશોદ નગરપાલિકા તેમજ રાજયની વિવિધ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ ધીમે – ધીમે જામી રહયો છે. આજે સમગ્ર રાજયમાં આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટેનાં ઉમેદવારી પત્રક ભરવાનાં અંતિમ દિવસે ભારે ઘસારો રહયો છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ગઈકાલે ૯૬ ઉમેદવારી પત્ર ભરાયા હતા. જયારે નવ તા.પં.માં પ૧૧ ઉમેદવારી પત્રો ભરાયા હતા. તો કેશોદ પાલિકાની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આજે ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ છે અને ૧૬ ફેબ્રુઆરી બાદ ચૂંટણીનો બરાબર જંગ જામશે તેવા નિર્દેશો મળી રહયા છે.
જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસોમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ગઈકાલે જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો માટે ૯૬ ફોર્મ ભરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૧૦ ઉમેદવારના ૧૧૧ ઉમેદવારી પત્ર ભરાયા છે. જયારે જીલ્લાની નવ તાલુકા પંચાયતમાં ગઈકાલે પ૧૧ ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં ભેંસાણમાં ૪૩, જૂનાગઢમાં પ૮, કેશોદમાં પ૬, માળિયામાં ૭ર, માણાવદરમાં ૪૩, માંગરોળમાં પ૯, મેંદરડા ૭૪, વંથલીમાં પ૬ તથા વિસાવદર તાલુકા પંચાયતમાં પ૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા. આમ અત્યાર સુધીમાં જીલ્લાની નવ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે ૬૩પ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. જયારે કેશોદ પાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક માટે ગઈકાલે ૧૦૯ ફોર્મ ભરાયા હતા. જેમાં વોર્ડ નં.૧ માં ૧૩, વોર્ડ નં.ર માં પાંચ, વોર્ડ નં.૩ માં ૧ર, વોર્ડ નં.૪ માં ૧પ, વોર્ડ નં.પ માં ૧૧, વોર્ડ નં.૬ માં ૧૩, વોર્ડ નં.૭ માં ૧૪, વોર્ડ નં.૮ માં ૧૩ અને વોર્ડ નં.૯ માં પણ ૧૩ ફોર્મ ભરાયા હતાં. અત્યાર સુધીમાં કુલ ૧રર ફોર્મ ભરાયા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. આથી આજે પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારોનો રાફડો ફાટે તેવી શકયતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews