માણાવદરમાં ચાર જીનીંગ મીલમાં ચોરી થઈ

0

માણાવદરમાં પંચશીલ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ગોરધનભાઈ રૂપારેલીયા જાતે લોહાણા (ઉ.વ.૪પ)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર કોઈ અજાણ્યા આરોપીએ આ કામના ફરીયાદીના હવાલાના જીનીંગ મીલમાં પ્રવેશ કરી જીનીંગ મીલની અંદર આવેલ ઓફીસના દરવાજાનો લોક તોડી ટેબલનાં ખાનામાં રાખેલ હિસાબનાં રોકડ રૂપિયા પ૦,૦૦૦/-ની ચોરી કરી તથા આ કામના સાહેદના રીધ્ધી ટ્રેડીંગ કુ.નામના મીલમાં પ્રવેશ કરી ઓફીસના દરવાજાનો લોક તોડી ટેબલના ખાનામાં રહેલ રોકડ રકમ ૩પ૦૦/- મળી કુલ કિંમત રૂા.પ૩પ૦૦/- ની ચોરી કરી તથા અન્ય સાહેદના ભાગ્યલક્ષી ટ્રેડર્સ તથા મકવાણા એન્જીનિયરીંગમાં ચોરી કરવાની કોશિષ કરતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ માણાવદર પીએસઆઈ પી.વી.ધોકડીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!