જૂનાગઢ અને માણાવદરમાંથી ૮ જુગારી ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. મોહસીન સલીમભાઈ અને સ્ટાફે જીઆઈડીસી-૧ મારૂતી સુઝુકીના શોરૂમ સામે બંધ કારખાનાના ખુલ્લા મેદાનમાં જુગાર અંગે રેડ પાડતાં વિજય મકવાણા, પ્રફુલ ચૌહાણ, મુકેશ મેથાણી, જગદીશ મેર અને જેસીંગ સોલંકીને કુલ રૂા. ૧૦ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધા છે.
વરલી ભકત ઝડપાયો
એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ભાવસિંહ સાર્દુલભાઈ અને સ્ટાફે દોલતપરા રોડ, માર્કેટીંગ યાર્ડ પાસે વરલી મટકાનો જુગાર રમતા રમેશ ગુજરાતીને રોકડ રૂા. પપ૦ સાથે ઝડપી લીધેલ છે.
માણાવદર
માણાવદર પોલીસ સ્ટેશનનાં પો.કો. વિક્રમભાઈ મનસુખભાઈ પરમાર અને સ્ટાફે પાનેરા કોલેજ પાસે જુગાર અંગે રેડ પાડતાં ભરત ચુડાસમા, બુધા રાઠોડ, નિતેશ સરવૈયાને રોકડ રૂા. ૩૩૧૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!