સંરક્ષણ સંબંધી સ્થાયી સમિતિએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ગાલવાન ઘાટી અને પેંગોગ સરોવરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ એજ ક્ષેત્ર છે જયાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામની અધ્યક્ષતામાં ૩૦ સદસ્યો ધરાવતી સમિતિનાં સદસ્યો મે મહિનાનાં અંતિમ સપ્તાહમાં કે જૂનમાં પૂર્વીય લદ્દાખ ક્ષેત્રની મુલાકાત લેવા ઈચ્છે છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પણ આ સમિતિનાં સદસ્ય છે. પેનલની ગત બેઠકમાં આ ક્ષેત્રની મુલાકાત લેવાનો નિર્ણય લીધો હતો જેમાં રાહુલ ગાંધી નહોતા સામેલ. જાે કે પેનલની મુલાકાત લેવા ઈચ્છે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર જવા માટે સમિતિએ સરકારની મંજુરી લેવી પડશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે પૂર્વીય લદ્દાખનાં પેંગોગ લેક વિસ્તારમાંથી સૈનિકોની પીછેહટની પ્રક્રિયા મામલે સમજૂતી દરમ્યાન પોતાના કોઈ વિસ્તારનો દાવો નથી છોડયો. ઉપરાંત દેપસાંગ, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા સહિતની અન્ય પેન્ડિંગ સમસ્યાઓને બંને દેશનાં સૈન્ય કમાન્ડર્સ વચ્ચેની આગામી વાર્તામાં ઉઠાવવામાં આવશે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારે ભારત માતાનો એક ટુકડો ચીનને આપી દીધો તેવો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ સરકારનું આ નિદેવન સામે આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews