વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈ ખાતે સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી હતી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,મને સ્વદેશી રૂપથી ડિઝાઇન અને નિર્મિત અર્જુન માર્ક ૧એ ટેન્કને સોંપવા ઉપર ગર્વ છે. તમિલનાડુ પહેલાથી જ ભારતનું અગત્યનું ઓટો મોબાઇલનું પ્રોડક્શન હબ છે. હવે હું તમિલનાડુને ભારતની ટેન્ક નિર્માણ કેન્દ્ર તરીકે વિકસિત થતાં જાેઇ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અર્જુન ટેન્ક દેશની ઉત્તરી સરહદો ઉપર તૈનાત કરવામાં આવશે. પીએમ મોદીએ ચેન્નઇમાં આયોજિત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે, બે વર્ષ પહેલા આ જ દિવસે પુલવામા હુમલો થયો હતો. આપણે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓએ આ હુમલામાં શહીદ થયા હતા. આપણને દેશના સુરક્ષા દળો ઉપર ગર્વ છે. તેમની બહાદુરીથી અનેક પેઢીઓને પ્રેરણા મળતી રહેશે. હાલમાં જ રક્ષા મંત્રાલયે ૧૧૮ ઉન્નત અર્જુન માર્ક ૧એ ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાનો ર્નિણય લીધો હતો. ૮,૪૦૦ કરોડ રૂપિયાની કિંમતવાળી આ ટેન્કને સંપૂર્ણ પણે ભારતમાં તૈયાર કરવામાં આવી છે. આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણ પણે ડીઆરડીઓએ કર્યું છે અને તે ભારતીય સેનાની દરેક જરૂરિયાતોને પૂરી કરવાનું છે. અર્જુન ટેન્કને ડીઆરડીઓ કોમ્બેટ વ્હીકલ્સરિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્સીસ મેન્ટમાં ડિઝાઇન કરવામાં આવી છે. આ દરમ્યાન વડાપ્રધાને ચેન્નઈ મેટ્રો પરિયોજનાના પહેલા ચરણનું શુભારંભ કરાવ્યો હતો. આ વિસ્તારિત પરિયોજનાને પુરી કરવામાં ૩,૭૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તે ઉત્તર ચેન્નઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન સાથે જાેડશે.
અર્જુન ટેન્કની ખાસિયત
ડીઆરડીઓએ અર્જુન ટેંકની ફાયર પાવર ક્ષમતાને ખૂબ વધારી દીધી છે. અર્જુન ટેન્કમાં નવી ટેકનોલોજીની ટ્રાન્સમિશન સિસ્ટમ છે જેથી તે પોતાના લક્ષ્યને સરળતા પૂર્વક શોધી શકે છે. તે યુદ્ધના મેદાનમાં જે માઈન્સ ફેલાવવામાં આવી હોય તેને ખસેડીને સરળતા પૂર્વક આગળ વધવા સક્ષમ છે. તેમાં કેમિકલ એટેકથી બચવા માટેના સ્પેશિયલ સેન્સર પણ લાગેલા છે
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews