જૂનાગઢનાં પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

0

જૂનાગઢના પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા યુવાનનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ જૂનાગઢના પચાદરીયા ગામ પાસે રહેતા સંજય નટવરલાલભાઇ રાઠોડ (ઉવ.૨૮) બે દિવસ પહેલા પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે પાદરીયા ગામ પાસે બળદ સાથે બાઇક ભટકાતા સંજય ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના ઇન્ચાર્જ પ્રાથમીક કાગળો કરી જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.
દાઝી જનતાં બાળકનું મોત
મોરબીના રોહીદાસપરામાં રહેતો રાહુલ પ્રવિણભાઇ શુકલા (ઉવ.૧૨) ગત તા.૭ના રોજ પોતાના ઘરે હતો ત્યારે ગરમ પાણીનું તપેલું માથે પડતા દાઝી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું મોત નિપજ્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!