માળીયાહાટીનાથી ગીર વિસ્તારમાં ઉના જતી એસટી બસનાં સેડ્યુલમાં એસ.ટી.તંત્ર દ્વારા ફેરફાર કરતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. મળતી વિગત મુજબ કેશોદથી ચારને પંદર કલાકે ઉપડતી કેશોદ, તાલાળા, ઉના બસની શેડ્યુલમાં એસ.ટી.તંત્ર દ્વારા ફેરફાર કરતા રાત્રિના સમયે ઉના તરફ જતા મુસાફરો રઝળી પડયા છે. માળીયાહાટીનાથી ગીર વિસ્તારના ગામોને સારી સુવિધા એસટી બસો દ્વારા આપવામાં એસટી તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. એસટી તંત્ર દ્વારા મુસાફરોને એસટીબસની સારી સુવિધા આપવાના બદલે એસ.ટી.ના ચાલું રૂટમાં છાસવારે ફેરફાર કરી મુસાફરોની મજાક કરતા હોય તેવું મુસાફર જનતામાં ચર્ચાઈ રહ્યું છે. તાલાળાથી ઉના જતી બસનાં શેડ્યુલમાં ફેરફાર કરી તાલાળા-જૂનાગઢ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગીર વિસ્તારના મુસાફરોની એસ.ટી.ની સુવિધા ઝુંટવી લેવાતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. સત્વરે કેશોદ ડેપોના જવાબદાર અધિકારીઓ દ્વારા કેશોદ, તાલાળા, ઉના બસ સેવા શરૂ કરવા મુસાફર જનતાની માંગ ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews