ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયના ચુંટણી જંગમાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુર્ણ થયેલ ત્યારે ગીર સોમનાથ જીલ્લા પંચાયતની ૨૮ બેઠકો, ૬ તાલુકા પંચાયતની ૧૨૮ અને ચાર નગરપાલીકાઓની ૧૨૮ બેઠકો ઉપર કુલ ૧,૦૧૮ ઉમેદવારી ફોર્મો ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્રો ચકાસણી અને પરત ખેંચવાના બે દિવસ દરમ્યાન ૨૭૬ ફોર્મ રદ અને પરત ખેંચાતા કુલ ૭૪૨ ઉમેદવારો મેદાનમાં રહયા છે. હવે ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનનીક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેે સીધો જંગ જામશે. ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવા, ચકસાણી અને પરત ખેંચવાનો ધમધમાટ ગઈકાલે પુર્ણ થયો છે. જેથી કઇ ચુંટણીમાં કઇ બેઠકો ઉપર કેટલા ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે કુલ ૧૧૨ ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૮ રદ થયેલ જયારે ૨૧ ફોર્મ પરત ખેંચાતા હાલ ૮૩ ઉમેદવારો મેદાનમાં રહયા છે. જયારે જીલ્લાની ૬ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ થયેલ ચિત્ર મુજબ વેરાવળ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટે ૯૦ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૮ રદ થયેલ જયારે ૨૬ ફોર્મ પરત ખેંચાતા હાલ ૫૭ ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે ૫૦ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૩ રદ થયેલ જયારે ૩ ફોર્મ પરત ખેંચાતા હાલ ૪૪ ઉમેદવાર મેદાનમાં છે. તાલાલા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકો માટે ૬૪ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૮ ફોર્મ પરત ખેંચાતા હાલ ૫૬ ઉમેદવાર મેદાનમાં છે. કોડીનાર તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો માટે ૧૨૩ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૯ રદ થયેલ જયારે ૪૫ ફોર્મ પરત ખેંચાતા હાલ ૬૯ ઉમેદવાર મેદાનમાં છે. ગીરગઢડા તાલુકા પંચાયતની કુલ ૨૦ બેઠકો માટે ૭૭ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી એક પણ ફોર્મ રદ કરે પરત ન ખેંચાતા ૭૭ ઉમેદવાર મેદાનમાં છે. ઉના તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે ૭૮ ફોર્મ ભરાયેલ છે. જેમાંથી ૩ રદ થયેલ જયારે ૧૪ ફોર્મ પરત ખેંચાતા હાલ ૬૧ ઉમેદવાર મેદાનમાં છે.
વેરાવળ-પાટણ નગરપાલીકાની ૪૪ બેઠકો માટે ૧૬૮ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૪૪ રદ થયેલ જયારે ૬ ફોર્મ પરત ખેંચાતા ૧૧૮ ઉમેદવારો મેદાનમાં છે. ઉના નગરપાલીકાની ૩૬ બેઠકો માટે ૯૦ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૬ રદ થયેલ જયારે ૩૩ ફોર્મ પરત ખેંચાતા ૫૧ ઉમેદવારો મેદાનમાં છે. તાલાલા નગરપાલીકાની ૨૪ બેઠકો માટે ૭૬ ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૯ ફોર્મ રદ થતા ૬૭ ઉમેદવારો મેદાનમાં છે. સુત્રાપાડા નગરપાલીકાની ૨૪ બેઠકો માટે ૯૩ ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા. જેમાંથી ૨૬ રદ થયેલ જયારે ૪ ફોર્મ પરત ખેંચાતા ૬૩ ઉમેદવારો મેદાનમાં રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews