ગુજરાત રાજયમાં ચાર દિવસ માવઠાંની સંભાવનાં, ખેડુતોમાં ચિંતાનો માહોલ પ્રસર્યો

0

ગુજરાત રાજ્યમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શિયાળાના અંત ભાગમાં જાે વરસાદ થશે તો ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનશે. મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસવાળું વાતાવરણ જાેવા મળી રહ્યું છે, જ્યારે સવારે સામાન્ય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે.
જ્યારે અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૧૮ ફેબ્રુઆરીના રોજ નર્મદા અને ડાંગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ તાપીમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ૧૮થી ર૧ ફેબ્રુઆરી સુધીના અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનના કારણે વલસાડ, તાપી, સાપુતારા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
આ ઉપરાંત રાત્રે તાપમાનના પારામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેના કારણે ધુમ્મસનું પ્રમાણ ઘટતા ઝાકળ વર્ષા થવાની સંભાવના છે. સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં કોઈ પરિવર્તન આવશે નહીં, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. સાથે વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આમ, આગામી ચાર દિવસ કમોસમી વરસાદની સંભાવના છે, ત્યાં ર૧થી ર૩ ફેબ્રુઆરી દરમ્યાન દેશના ઉત્તર પર્વતીય વિસ્તારના ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદની પણ શક્યતા છે, ત્યારે રાજ્યના વાતાવરણમાં પણ પલટો જાેવા મળે તેવી શક્યતા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!