કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ર૧૯ બેઠક ઉપર ભાજપની જીત

0

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરો બાદ હવે પાલિકા-પંચાયતોની ર૧૯ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થતાં ચૂંટણી પહેલાં ભાજપની જીત થઈ છે. ભાજપે ૧પ જિલ્લા પંચાયત, ૮૩ તાલુકા પંચાયત અને ૭૦ નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે તો કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપને ફાયદો થયો હતો. ઉના-કડી સહિત રાજ્યની અનેક બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો. આગામી ૨૧ અને ૨૮મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જાેકે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની ૨૧૯ સીટ ઉપર જીત મેળવી લીધી છે.
ગઈકાલે મંગળવારે ૧૫ જિલ્લા પંચાયત, ૮૩ તાલુકા પંચાયત અને ૭૦ નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે. નિતિન પટેલના વતન એવા મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણીએ લહેરાયો હતો. ૩૬ બેઠક પૈકીની ૨૬ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ૨૬ બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જીત મેળવી લીધી છે. ઉનામાં ૩૬માંથી ૨૧ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા કબ્જે કરી હતી. આમ, જિલ્લા પંચાયતની ર૪ તાલુકા પંચાયતની ૧૧૦ અને નગરપાલિકાની ૮પ બેઠકો ઉપર ચૂંટણી પહેલાં જ ભાજપનો વિજય થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!