જૂનાગઢ શહેરમાં તાજેતરમાં નાની બચતના એજન્ટ દ્વારા નાણાકિય ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સંદર્ભે જૂનાગઢ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા એસએએસ(સ્મોલ સેવીંગ સ્કીમ) એજન્ટને બ્લેકલીસ્ટ કરવા અંગે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ જૂનાગઢ દ્વારા જિલ્લા કલેકટરને ભલામણ કરવામાં આવેલ. આ ભલામણ અન્વયે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા તુષારભાઇ ભરતભાઇ પરમારની નાની બચત યોજના અંગેની એજન્સીને બ્લેક લીસ્ટ કરેલ છે.
આ એજન્ટ દ્વારા નાણાકિય ગેરરીતિ ન થાય અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તથા આ એજન્ટ કચેરીને ગુમરાહ કરી અન્ય જિલ્લામાંથી ફરીથી નાની બચત યોજના અંગેની એજન્સી મેળવે નહી તે માટે એજન્સી ફક્ત રદ ન કરતા તેની એજન્સી બ્લેકલીસ્ટ કરવામાં આવેલ છે. જેથી કોઇપણ વ્યક્તિએ તુષારભાઇ ભરતભાઇ પરમાર સાથે કોઇપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ ન કરવા નાની બચત શાખા કલેકટર કચેરી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews