સગીર બાળાનાં દુષ્કર્મ કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી જૂનાગઢ કોર્ટે આ કેસમાં સાક્ષીઓ તથા તપાસ કરનાર તત્કાલીન પોલીસ અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો

0

જયારે રાગદ્દેષ સાથે કોઈ વ્યકિતને ખોટા ગુનામાં ફસાવી તેને કાયદાનો દુરઉપયોગ કરી કોર્ટને હાથો બનાવી સજા કરવા કે સમાજમાં હલકો ચિતરવાના કે હેરાન કરવાના મલીન ઈરાદાથી ખોટી હકીકતો વાળો ફોજદારી કેસ કરવામાં આવે ત્યારે આવા કેસના આરોપીને કોર્ટ નિર્દોષ છોડી મુકી આવા કેસના સાક્ષીઓ વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આવાજ એક કેસની સુનાવણી જૂનાગઢના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુમારી તૃપ્તી પંડયાની કોર્ટમાં હાથ ધરાયેલ હતી. આ કેસ મુળ માંગરોળ તાલુકાના દિવરાણા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ બાબુભાઈ ચુડાસમા વિરૂધ્ધ માંગરોળ તાલુકાના શીલ ગામના પોલીસ સ્ટેશનમાં
તા.ર૯/૧ર/ર૦૧પ ના રોજ દિવરાણા ગામના એક શખ્સે પોતાની સગીર દિકરીની છેડતી વગેરે કરવા બદલ ઈ.પી.કો. ૩પ૪(એ) તથા પોકસો એકટની વિવિધ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરેલ તે ફરીયાદની તપાસ બાદ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરાયેલ અને તેમાં ભોગ બનનાર સગીરા તથા તેના માતા-પિતાની તેમજ અન્ય સાક્ષીઓની કોર્ટમાં જુબાની નોંધવામાં આવેલ તે તમામ જુબાનીઓ, પુરાવો તથા અન્ય સંયોગીક પુરાવાને ધ્યાને લઈને તેમજ આરોપી પક્ષના વકીલ આર.કે. બુચ તથા વકીલ આર.બી. પરમારની દલીલો તથા તેમના દ્વારા રજુ કરાયેલા ઉચ્ચ અદાલતોના જજમેન્ટોને ધ્યાને લઈ નામદાર કોર્ટે કેસના આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ખોટા પુરાવા આપવા બદલ માંગરોળ તાલુકાના દિવરાણા ગામના તુલસી પ્રાથમિક સ્કુલ વાળા રમેશભાઈ ઉકાભાઈ મોકરીયા તથા તેમના પત્ની જે તત્કાલીન માંગરોળ તાલુકાના પંચાયતના સદસ્ય હતા તે નિતાબેન રમેશભાઈ મોકરીયા તથા દિવરાણાના રમેશભાઈ ગોવિંદભાઈ રાદડીયા અને પ્રફુલભાઈ લીલાભાઈ કિદરખેડીયા દરેકને રૂા.૧૦૦૦/-નો દંડ કરી તે રકમ આરોપીને આપવા તેમજ આ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દિન-૩૦માં તેનો રીપોર્ટ રજુ કરવા શીલ પોલીસને હુકમ કરેલ છે તથા આરોપીને આ ખોટો કેસ કરવા અંગે વળતર ચુકવવા સરકાર વિરૂધ્ધ હુકમ કરેલ છે. તેમજ આરોપી કે જે શિક્ષક હતા તેની વિરૂધ્ધની ખાતાકીય તપાસ માટે અને હુકમની નકલ ધ્યાને લેવા તથા દીવરાણા ગામે જે તુલસી પ્રાથમીક શિક્ષણ નામની સ્કૂલ ચાલે છે તે સ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીઓની શૈક્ષણીક લાયકાત વિગેરેની તપાસ કરી દિન-૬૦માં કોર્ટમાં રીપોર્ટ રજૂ કરવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને હુકમ કરેલ છે. તથા આ કેસની તપાસ કરનાર શીલ પોલીસ સ્ટેશનનાં તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેકટર વલ્લભભાઈ મોહનભાઈ ભોરણીયા વિરૂધ્ધ તપાસમાં બેદરકારી કરવા બદલ કાર્યવાહી કરવા જૂનાગઢનાં ડી.એસ.પી.ને હુકમ કરેલ છે. આમ ખોટી ફરિયાદ કે કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરતા લોકો માટે આ હુકમ લાલબતી સમાન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!