વસંતોત્સવ એ પ્રકૃત્તિનો ઉત્સવ હોય દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત પંચમી મહોત્સવનું વિશેષ મહત્વ રહેલું છે. વસંતપંચમી નિમિત્તે ઠાકોરજીને શ્વેતરંગનાં વસ્ત્રોની સાથે સાથે મસ્તકે શ્વેત ફુલો જેમાં મોરપંખની ચંદ્રિકા સહિતનો શ્રૃંગાર કરાયો હતો. નિજમંદિરમાં હરીયાળીની સજાવટ સાથે ઠાકોરજીને ગોળ, ધાણી, ખજુર, બોર, દ્રાક્ષ વગેરે વિશેષ વ્યંજનરૂપે ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.
બપોરે ઠાકોરજીને ગાલે અબીલ ગુલાલનાં શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાઈ હતી. બપોરે ર થી ૩ વાગ્યા સુધી ઉત્સવ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ઓનલાઈનનાં માધ્યમથી પણ લાખો ભાવિકોએ ઉત્સવ દર્શનનો લાભ લીધો હતો. શાસ્ત્રોકત કથન મુજબ વસંત પંચમીનાં શુભ દિને કોઈ મુહુર્ત કે ચોઘડીયા જાેવાની જરૂર રહેતી નથી અને શુભ કાર્યો દિવસ દરમ્યાન ગમે તે સમયે કરી શકાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews