ઉના નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ર૧ બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ

0

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પહેલા ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન આવી ગયું છે. ચૂંટણીનાં મતદાન પૂર્વે જ ૨૧ સીટો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. હવે ૧૫ સીટો ઉપર ઔપચારિક લડાઈ થશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પુંજાભાઈ વંશના ગઢમાં ભાજપે બુલડોઝર ફેરવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. ૯ વોર્ડ પૈકી ૪ વોર્ડ પુરા બિનહરીફ થયા હતા. નગરપાલિકાના પરિણામની અસર બાદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં અસર થવાની પુરી શક્યતા જાેવા મળી રહી છે. ૨૧ સીટો બિનહરીફ જાહેર થતાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!