વિદ્યા-બુદ્ધિ-કલા સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી માં સરસ્વતીના અવતરણ દિવસ એવા વિદ્યા-સંગીત તથા જ્ઞાન પર્વ વસંત પંચમી ઉપર ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન ઉનામાં સરસ્વતી પૂજન તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્યમાં સરસ્વતીજીનું શાસ્ત્રોક્ત પૂજન અર્ચન તથા સંગીત વાદ્યયંત્રો-પુસ્તક-કલમનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક વિદ્યાર્થીઓએ તથા સંસ્થાન પરિવારે પીળાં વસ્ત્રો ધારણ કરી ઋતુરાજ વસંતનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં કોકિલકંઠી કુ. મૃગનયની મહેતાએ સરસ્વતી વંદના પ્રસ્તુત કરી ઉપરાંત માસ્ટર પ્રણય સોલંકીએ ગિટાર ઉપર રાગ મધુવંતી તથા સંગીત રત્ન માસ્ટર ક્રિષ્નન મહેતાએ ગિટાર ઉપર રાગ બસંત પ્રસ્તુત કર્યુ હતું. આ ઉપરાંત સ્મિત જેસિંઘાણી, રાજદીપ સોલંકી, ભવ્યા સોલંકી તથા જેનિસ પાઠક દ્વારા વિવિધ સંગીત વિધા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સૂત્ર સંચાલન સંસ્થાના ડો. કમલેશ મહેતાએ કરેલું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews