જૂનાગઢ મનપાની પેટાચૂંટણીને લઈને પોલીસનું ફલેગમાર્ચ : એસઆરપીની એક કંપની તેૈનાત

0

જૂનાગઢ મનપાની પેટાચૂંટણીને લઈને એક તરફ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે અને બીજી તરફ જૂનાગઢ શહેરમાં આગામી ચૂંટણીનાં અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. પોલીસ ટુકડીનું ફલેગ માર્ચ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ ઉપરાંત ચૂંટણી શાંતી પૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ જાતની ગેરવ્યવસ્થા ન સર્જાય તે માટે કડક બંદોબસ્ત માટે એસઆરપીની એક કંપનીને તૈનાત કરવામાં આવી છે. કોર્પોરેશનની ચૂંટણી અન્વયે વોર્ડ નં.૧૫ના આંબેડકરનગર, ધરારનગર, મેઘાણીનગર, પંચેશ્વર, ખાડિયા, દાતાર રોડ સહિતના વિસ્તારમાં બંદોબસ્ત સઘન બનાવી, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર સહિતના અધિકારીઓ તથા વિશાળ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews