જૂનાગઢ શહેરનાં હેઠાણફળીયા વિસ્તારમાં સોશિયલ મિડીયાના દુરૂપયોગ બાબતે બે જુથો વચ્ચે મારામારીનાં બનાવ બનતા સામ-સામી ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ મુજબ હેઠાણ ફળીયા વિસ્તારમાં રહેતા વહાબ કાસમભાઈ પટેલ (ઉ.વ.૧૮)એ આરોપીઓ સમીર પડાયા, સોયેબ હનીફભાઈ, અલ્ફેજ હનીફભાઈ, દાનીશ અબ્દુલકાદર વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપી અલ્ફેજ હનીફભાઈએ ફરીયાદીના ફઈની દિકરી આફરીનને મોબાઈલ ફોન કરી હેરાન કરતો હોય, મેસેજ કરતો હોય, જેથી ફરીયાદી વહાબના ફઈના દિકરાએ ચારેય આરોપીઓને સમજાવવા જતાં આરોપીઓએ માર મારતાં ફરીયાદી સમજાવવા જતાં ફરીયાદી તથા સાહેદને માર મારી ઈજા પહોંચાડતા જે અંગેની એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસીે આઈપીસી ૩ર૩, ૩ર૪, ર૯૪(બી), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ફરીયાદ નોંધી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સામે પક્ષે ફરીયાદી દાનિશ અબ્દુલકાદર શેખ (ઉ.વ.ર૦) રહે.નાથીબુ મસ્જીદ પાછળ રહે.જૂનાગઢવાળાએ આ કામના આરોપીઓ સદામ પટેલ, સાહીદ ઉર્ફે ચાચા, ઈરફાન પટેલ સામે ઢીકાપાટુ, લાકડી વડે માર મારી ઈજા કરવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩ર૩, ર૯૪(બી), ૧૧૪, જીપીએકટ ૧૩પ, મુજબ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews