જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે ૯ર અને ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે ૪૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી

0

જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું ગઈકાલે ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. જેમાં જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે ૯ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે. જયારે ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકો માટે ૪૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર તંત્ર પુરજાેરથી શરૂ થઈ ગયું છે.
જૂનાગઢ જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટેનું ગઈકાલે ફાઈનલ ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ભરાયેલા કુલ ૧પ૮ ફોર્મમાંથી પ૯ ફોર્મ અમાન્ય રહયા બાદ માન્ય ૯૯ ફોર્મ માંથી ૬ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા હવે ર૯ બેઠક માટે ૯ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજશે. જયારે જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ ૧પ૮ બેઠક માટે ભરાયેલા ૭પ૮ ફોર્મ પૈકી ર૮૩ ફોર્મ અમાન્ય રહયા પછી માન્ય રહેલા ૪૭પ ફોર્મમાંથી ગઈકાલે ર૯ ઉમેદવારોએ ફોર્મ પરત ખંેચી લીધા હતાં. જેથી હવે ચૂંટણી મેદાન જંગમાં ૪૪૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. આમ જીલ્લાની કુલ ૧૮૭ બેઠક માટે પ૩પ ઉમેદવારો મેદાનમાં છે. આગામી તા.ર૮ ફેબ્રુઆરીએ મતદાન થશે.
જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે ૪૪૩ ઉમેદવારો વચ્ચે જંગ
જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થયું છે. જેમાં વિવિધ તાલુકા પંચાયતોની સ્થિતિ આ પ્રમાણે છે. ભેંસાણ તાલુકા પંચાયતમાં ૧૬ બેઠકો માટે ૪૩ ઉમેદવારો છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૪૪ ઉમેદવારો છે. કેશોદ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે પ૮ ઉમેદવારો, માળિયા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૩૬ ઉમેદવારો, માંગરોળ તાલુકા પંચાયતની ર૦ બેઠકો માટે પ૮ ઉમેદવારો, મેંદરડા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે પ૭ ઉમેદવારો, વંથલી તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૩૬ ઉમેદવારો, માણાવદર તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે ૩૬ ઉમેદવારો અને વિસાવદર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૬૧ ઉમેદવારો છે.
કેશોદ નગરપાલિકામાં ૧ બેઠક ભાજપને બિનહરીફ અને ૧૦પ ઉમેદવારો વચ્ચે જંગ થશે
કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠકની ચૂંટણી પૂર્વે જ ભાજપને એક બેઠક બિનહરીફ જાહેર થયેલ છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી બે-બે ફોર્મ પરત ખેંચાતા વોર્ડનંબર ૩ ના ભાજપના ઉમેદવાર વિરાભાઈ સિંધલ ચૂંટણી પહેલા જ બિન હરીફ થયા છે. હવે ૩પ બેઠકની ચૂંટણી માટે ૧૦પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કેશોદ નગરપાલિકામાં આ વખતે ત્રિપાંખીયો જંગ રહેશે. ૩૬ પૈકી એક બેઠક ભાજપનો બિનહરીફ થતા હવે ૩પ બેઠક માટે ૧૦પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં ભાજપના ૩પ, કોંગ્રેસના ૩૪, આપના ૩૦, ર એનસીપી અને ૩ અપક્ષ ઉમેદવારો મેદાને જંગમાં છે. આમ કેશોદ પાલિકાના ૯ વોર્ડમાં સૌથી વધુ ઉમેદવારો વોર્ડ નંબર એક નંબરનાં વોર્ડમાં ૧૪ ઉમેદવારો છે. જયારે સૌથી ઓછા ઉમેદવારો૩ નંબરના વોર્ડમાં માત્ર પ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે.
બિનહરીફ બેઠકો
જૂનાગઢ જીલ્લા પંચાયતની બિલખા બેઠક, તાલુકા પંચાયતની ભલગામ બેઠક, તાલુકા પંચાયત માણાવદરની વાડાસરા બેઠક, તાલુકા પંચાયત વંથલીની ધંધુસર બેઠક, કેશોદ નગરપાલિકાની ૧ બેઠક બિનહરીફ થઈ છે.
તાલુકા પંચાયતનાં ઉમેદવારો
ભાજપનાં ૧૯પ ઉમેદવારો, કોંગ્રેસનાં ૧પ૦ ઉમેદવારો, બસપાનાં ૧૮ ઉમેદવારો, એનસીપીનાં ૭ ઉમેદવાર, આપનાં ૬૪ ઉમેદવાર, અપક્ષ ૪૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!