જૂનાગઢ નજીક ઈવનગર પાસે મહાનગરપાલિકાના એક કચરો ભરેલા ડમ્પરમાં એક બાઈક ઘુસી જતા બાઈક ચાલક યુવકનું મોત થયું હતું.જયારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થયેલ છે. મેંદરડાના ઝીંઝુડા ગામના પીઠાભાઈ હાજાભાઈ કાંબલીયાનો પુત્ર વિશાલ અને વંથલીના ઘુડવદર ગામનો નિતીન દેવશી નાઘોરા નામનો યુવક બને બાઈક ઉપર ગઈકાલે સાંજે જૂનાગઢના ઈવનગર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તા ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાનું કચરો ભરેલું ડમ્પર જીજે-૧૧-જી-૧પ૯૦ બંધ હાલતમાં પડયું હતું. જે બંધ ડમ્પરની પાછળ બાઈક ઘુસી જતા બને યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બાઈક ચલાવી રહેલા નિતીન નાઘેરાનું મોત થયાનું ફરજ ઉપરના તબીબે જાહેર કર્યુ હતુ. જયારે વિશાલને માથામાં ગંભીર ઈજા થવાથી ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. આ અકસ્માત અંગે પીઠાભાઈએ તાલુકા પોલીસમાં નિતીન નાઘેરા સામે ફરીયાદ નોંધાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews